________________
પ્રવચન : ૧
ઉતારતાં ભગવાનના ખોળામાંથી બીજોરું સીધું હાથમાં આવ્યું. શ્રીપાળનું જીવદળ કેવું ઉત્તમ ! ભૂમિકા સુંદર હોય તો ચિત્રામણ પણ સારું થાય. શ્રીપાળનું જીવદળ ઉત્તમ, એવી જ ઉત્તમ નવપદજીની આરાધના, તે બંનેનો મેળાપ કરાવનાર ઉત્તમપાત્ર મયણા, બાલ્યાવસ્થામાં કેવી નિર્ભયતા? અને શાસન માટેનો કેવો અવિહડ રાગ? મયણા તેના પિતાજીને પણ કહી દે છે કે – પિતાજી મ કરો જૂઠ ગુમાન” જે ચીજનું અભિમાન કરશો એ ચીજ એજ સમયે ખામીવાળી થઇ જશે. પેન માટે મનમાં એવું વિચારો કે આ પેન સારી ચાલે છે. તો તે તરત જ અટકી જશે. એટલે જેનો મદ કર્યો તેને તે ચીજ હીણી મળે છે. આ મયણાનું ગણિત છે. જિન વચન છે. હીનાનિ તત્તે ને !
મયણા ભરી સભામાં સત્વથી કહે છે, પિતાજી ! આ ઉચિત નથી ! ત્યારે આખી સભામાં સન્નાટો છવાઈ ગયો, છતાં પણ મયણા પોતાના વિચારને વળગી રહી. નિષ્ઠાના કારણેજ. આવા જીવન સંસર્ગમાં શ્રીપાળ શ્રીપાળ બની શક્યા. આખા ઘરનો આધાર સ્ત્રી છે. પહેલાનાં લોકો કન્યા જોવા જાય તો રૂપ કે પૈસા નહોતા જોતા, પણ ખાનદાની જોતા હતા. કારણકે આખા ઘરનો આધાર કુલીન સ્ત્રી ઉપર જ હોય છે. ન ગૃ૬ મિત્યુવતં ગૃહિણી કૃE મુચ્યતે ગૃહિણી ધારે તેવું ઘર રચી શકે છે.
પિતાજી ! અભિમાન ન કરી મયણા જયારે એવું બોલ્યા તે ક્ષણે આખી સભામાં માતા અને શિક્ષક એ બે જ રાજી થયા. આવું ઉત્તમ શિક્ષણ અને ઉત્તમ સંસ્કાર મયણા પાસે હતા, માટે તેના જીવનનું ઉદ્ઘકરણ થતું જ રહ્યું અને મયણાના સંસર્ગથી શ્રીપાળમાં રહેલી ઉત્તમતા જાગ્રત બની શકી. અધર્મીના ઘરને પણ ઉત્તમ સુલક્ષણી કન્યા સંપૂર્ણ ધાર્મિક બનાવી દે તેવા દાખલા આજે પણ છે. આત્મભોગ દ્વારા આ બની શકે છે. અત્યારે ઘર.. એ ઘર રહ્યા નથી. મકાન જ રહ્યા છે. મકાનને ઘર બનાવનાર ઘર્મના રંગે રંગાયેલી ગૃહિણી જ છે. પૃથ્વીનો છેડો ઘરને કહ્યો છે, મકાનને નહિ.
પોતાની જાત કરતાં બીજાનો વિચાર આવે તે માણસ ઉમદા. શ્રીપાળને પ્રથમ મેળાપ વખતે મયણાનો જ વિચાર આવ્યો કે
"મુજ સંગે તુજ વિણસશે રે, સોવન સરિખી દેહ”...
શ્રીપાળના આવા શબ્દો સાંભળતાંવેંત મયણાને આઘાત લાગ્યો. ભરી સભામાં પિતાજીને કહેતાં જે થડકારો થયો ન હતો તે અડોલ મયણાને તે જ ક્ષણે આંખે આંસુ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelii Oy.org