________________
નવપદનાં પ્રવચનો
તો પક્ષી તેમાંથી બાકાત કેમ રહે? એટલે વિષય-કષાયથી ભરેલા એવા આપણે પણ ભગવાન પાસે જઈએ અને થોડા કલાકો માટે બધું ભૂલી જઈએ છીએ. તો યોગીઓને આવું થાય તેમાં કંઈ નવાઈ નથી.
આદીશ્વરદાદા જીવતી જાગતી જયોત છે. કમશાહે અને આચાર્યશ્રી વિદ્યામંડનસૂરિજીએ એની પ્રતિષ્ઠા કરી છે. શ્રી સિદ્ધગિરિરાજ એ ભકિતપીઠ છે. ગિરિરાજ અનંત સિદ્ધોનું સ્થાન છે. એ જ રાયણવૃક્ષ અને એ જ દાદાનું દેરાસર, તે જ જગ્યામાં સમવસરણ અને સિંહાસન રચાયા હશે. ભગવાન ત્યાં પૂર્વનવ્વાણું વાર સમવસર્યા એના પરમાણુ હજુ પણ ત્યાં જ છે. આજે પણ શ્રદ્ધાવાળા એવા આપણને તે પરમાણુઓ પકડી લે છે. શ્રી વીરવિજયજી મહારાજે લખ્યું છે કે – “શ્રદ્ધા વિણ કુણ ઈહાં આવે રે".. એવી શ્રદ્ધાને પ્રણામ કરવાનું મન થાય, એ શ્રદ્ધાને કરેલો પ્રણામ વાસ્તવિક પરમાત્માને કરેલો પ્રણામ છે. આ અરિહંતની શકિત છે, આવા અરિહંત પરમાત્માને નાથ બનાવ્યા છે. હવે કોઈ દિવસ આ અરિહંત પરમાત્મા સિવાય કોઈને નાથ તરીકે સ્વીકારીશ નહીં.
ધીંગઘણી માથે કીયો રે, કુણ ગંજે નર ખેટ' क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।
ભગવાન અરિહંત પણે અત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી વિચારી રહ્યા છે. તેઓની કરુણા આપણા ઉપર વર્ષી રહી છે તો આવા અગણિત ઉપકારનો સ્વીકાર કરીએ તે ભાવ આરાધના છે.
દ્રવ્ય આરાધનામાં નવ આયંબિલની ઓળી, ૧૨ લોગ. નો કાઉ., ૧૨ ખમાસમણાં, ૧૨ સાથિયા, ૨૦ માળા વગેરે ક્રિયા, પરમાત્માની પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ વગેરે કરે. નવ દિવસ પગમાં પગરખાં ન પહેરે. એક ધાન્યની, અલૂણી – એક દ્રવ્યની એમ ઓળી કરે, ઠામ ચોવિહાર, પુરિમડઢ – અવડઢના પચ્ચકખાણે કરે. એમ આયંબિલ ન કરી શકનાર નવ દિવસ લીલોતરી ન વાપરે, રાત્રે ન જમે, ઓળીવાળાની ભકિત કરે. આ બધી દ્રવ્ય આરાધના, ભાવ આરાધના માટે કરે.
"અરિહંતપદ બાતો થકો, દવગુણ પજજાય રે ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે”.
આવી કરેલી આરાધના ફળ્યા વિના ન રહે, શ્રીપાળે એવી આરાધના કરી કે જેથી પહેલાં જ દિવસે કેવો ચમત્કાર થયો ? ભગવાનની પાસે આરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org