________________
પ્રવચન : ૧
જિમ જિમ અરિહા સેવીએ રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા'...
આવો ભાવ લાવીને અરિહંતની પૂજા કરીએ તો કેવો આનંદ આવે? બસ આવો ભાવ લાવવાનો છે. આવું લોકોત્તર પ્રભુનું શાસન, દેવ-ગુરુ-ધર્મ અને ભગવાનનાં પ્રાચીન પ્રતિમા કેટલાંય કાળથી અને કેટલાય લોકોથી પૂજાયેલા ભગવાન મળ્યા છે. એ દરેકના શુભ ભાવો ત્યાં સૂક્ષ્મ રીતે સ્થિર થયેલ છે. એ બધા જ શુભ ભાવો આપણને તરત અસર કરે છે. શ્રી સિદ્ધિગિરિરાજના આદીશ્વર દાદા પાસે જયારે જઈએ ત્યારે ભૂખ - થાક - તરસ બધું જ ભૂલી જઈએ છીએ. આપણા જેવા પામર પ્રાણીઓ પણ થોડા વખત માટે બધું ભૂલી શકે છે. તે કોનો પ્રભાવ? ત્યાં અનેક ભાવિકોના ઘનીભૂત થયેલા ભાવોનો પ્રભાવ. એટલે જ ધ્યાનમાં બેઠેલાં યોગીઓને ભૂખ-તરસ અને થાક લાગતા નથી. તે વાત સમજી શકાય છે. આપણને પણ આદીશ્વર દાદા પાસે સંસારની કોઈ વાત યાદ આવતી નથી. પૂજય ઉપાધ્યાયજી મહારાજ કહે છે ને -
"બિસર ગઈ દુવિધા તન-મનકી અચિરાસુત ગુણગાનમે
તેમ યોગીઓ અદ્વૈતભાવને સાધી લે છે. પરમાત્મા સાથે. “તવાઉં... તવૈવાદ... વગેવાઈ – તેનો જ હું છું, તારો જ હું છું અને છેલ્લી ભૂમિકામાં તો તું જ હું છું. આવો ભાવ આવે ત્યારે આનંદનો ઓઘ ઉછળે છે. ત્યારે આંખમાંથી આનંદના આંસુની ધારા ચાલે છે તે જોઈને તરસ્યા પક્ષીઓ ત્યાં તરસ છીપાવવા આવે અને યોગીના ખોળામાં બેસીને તે અશ્રુધારાનું પાન કરે તો પણ યોગીઓને ખબર ન હોય એવા તેઓ લીન હોય છે. "धन्यानां गिरिकन्दरे निवसतां, ज्योतिः परं ध्यायतां, आनंदाश्रुजलं पिबन्ति शकुनाः निशकमकेशयाः । अस्माकं तु मनोरथोपरचितप्रासाद वापी तट -, क्रीडाकानन केलि कौतुक जुषां आयुः परं क्षीयते ।।
(અર્થ : ગિરિકંદરામાં વસતાં, આત્મજયોતિનું ધ્યાન કરતાં યોગીઓના નેત્રમાંથી આનન્દના આંસુ ખરે છે અને એને નિર્ભયપણે યોગીના ખોળામાં બેસેલા પક્ષીઓ પાન કરે છે.
જયારે અમે તો સંસારના મનોરથોમાં ડૂબેલા, અને મહેલ, વાવડી અને ઉપવનમાં ક્રીડા કરનારનું આયુષ્ય એમને એમ ખૂટી રહ્યું છે.. ભર્તુહરિશતક.)
યોગીઓના વગર બોલાવે પક્ષીઓ નિર્ભય થઈને આવે છે. બહાર-અંદર, ઉપર-નીચે, આગળ-પાછળ બધે જ ચોમેર આનંદ.. આનંદ.... છવાયો હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org