________________
નવપદનાં પ્રવચનો
બે-ચાર ડફણાં મારીને પાછો સૂઇ ગયો. આવું છે.
માટે ઉપકાર મનુષ્ય ભવમાં જ કરી શકાશે. કોઇએ આપણા ઉપર ઉપકાર કર્યો તેનો બદલો વાળવા આપણે પણ બીજા ઉપર ઉપકાર કરીએ અને આપણને એવો ભાવ થાય કે કોઇકે ઉપકાર કર્યો અને હું સુખી થયો. તો તે રીતે કોઇના સુખમાં હું પણ નિમિત્ત બનું અને કોઇએ મારા ઉપર ઉપકાર તો કર્યો જ છે. તો જેણે કર્યો છે તેના ઉપકારને અને તેને ઉપકારી તરીકે હું સ્વીકારું.
જો એ રીતે આ ભવના પ્રત્યક્ષ દેખાતાં દ્રશ્ય વ્યકિતના ઉપકારનો સ્વીકાર કરીએ તો એ જ પગલે પગલે અદ્રશ્ય એવા અરિહંતનો ઉપકાર સ્વીકારી શકીએ. હૃદયથી કોઇનો પણ ઉપકાર સ્વીકારવો આમ તો સહેલો નથી. તેમને આપણા ઉપકારી માનવા દ્વારા એક અનુસંધાન રચાય છે, અને આટલું જેમ મળ્યું છે તે જ રીતે તેઓ દ્વારા હજુ પણ બીજું મળશે. લાઇટનો ગોળો કયારે પ્રકાશે છે ? પાવર હાઉસ સાથે જોડાણ ચાલુ હોય તો, કારણ કે વીજળીરૂપ શકિતનો અખૂટ ભંડાર ત્યાં છે. તેમ અરિહંત પરમાત્મામાં અનંત ગુણ - સુખ - ચારિત્ર્ય અને જે જ્ઞાન છે. તે આપણને જોઇએ છે. તો તે અરિહંતની સાથે અનુરાગ કેળવીને અનુસંધાન રચીએ તો તેમના અનુગ્રહ દ્વારા તે મળશે. તે બધું સંસારમાંથી મળશે નહીં,
'नहि निम्बबीजात् इक्षुयष्टि र्भवितुमर्हति' શેરડીનો સાંઠો લીંબડાના બીજમાંથી થાય નહિ, ‘અમૃત ભરેલા કુંભથી છોને સદાયે સીંચીયે – આંબાતણા મીઠાં ફળો તે લીંબડો ક્યાંથી દીયે”.. !! ‘બાવળીયો વાવીને આંબા કેરી શું રસ ચાખે ?’
જે સંસારમાં કે તેના પદાર્થમાં સુખ – આનંદ અને જ્ઞાન છે જ નિહ. ત્યાં તેને મેળવવા તમે ગમે તેટલી મહેનત કર્યા જ કરો તો ય મળે જ નહિ. તમે પાલિતાણાથી અમદાવાદની ગાડીમાં બેસો અને વલસાડ-વાપીના પાટીયા જોવા માંગો તો તે આવે જ નહિને ? તેમ આ સંસારમાં વાસ્તવિક જ્ઞાન-સુખ વગેરે મળતું જ નથી.
‘અખય અકલંક છે જીવનું જ્ઞાન - આનંદ સ્વરૂપ રે’
આત્મામાં જ આ જ્ઞાન અને આનંદ છે. દર્શન અને ચારિત્રનો અંતર્ભાવ આનંદમાં થાય છે. રમણતા તે ચારિત્ર છે. આ જ્ઞાન અને આનંદ આપણને જોઇએ છે તે અરિહંતની પાસે છે અને તેઓ તે આપવા તૈયાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org