________________
પ્રવચન : ૧
આ પરોપકાર કરવાની તક વારંવાર નહીં મળે. કારણ કે એક રીતે તો પારકા ઉપર કરેલો ઉપકાર ફળસ્વરૂપે તો પોતાના ઉપર જ થાય છે. એટલે ઉપકાર કરવાની જે તક મળે તેને ઉમળકાથી વધાવી લે. ભૂખ્યાને ભોજન આપે, તરસ્યાને પાણી આપે, થાકયાને વિસામો આપે, માંદાને દવા આપે-ચીંધે. પોતાનાથી બની શકે એટલા સુખ કે સમાધિ જે આપે તેને પણ તેટલા સુખ-સમાધિ મળે. લોકોમાં કહેવત છે કે – બાળ્યા બળશે અને ઠાર્યા ઠરશે.” આવું એકાદ કામ તો આખા દિવસમાં અવશ્ય કરવું જ. અંત સમયે કોઈને નવકાર સંભળાવ્યો હોય તો પણ તેને કેટલો લાભ થાય?
પરમાત્માને પણ એ માટે જ પ્રાર્થના કરવામાં આવે છે –
જયવીરાય” સૂત્રમાં પદ છે. “પરસ્થ કરણ” - પરાર્થકરણ - પરોપકારનો જ ગુણ પ્રભુ પાસે માંગવાનો છે. તેઓ જન્મ જન્માંતરથી પરાર્થવ્યસની અને પરાર્થરસિક છે. માટે તેઓની કૃપાથી તેઓનો આ ગુણ આપણામાં સંક્રાન્ત થઈ શકે. એટલે આ મનુષ્યભવ પામીને જેટલી શક્તિ, ક્ષણને સંપત્તિ ભલાઈના કામમાં વપરાય તે જ સાર્થક છે. એક કવિએ ગાયું છે ને? “ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે" . -
સ્વ પર જીવનને ઉજાળનાર ઉપકાર કરવો હોય તો અહીં કરી શકાય તેમ છે. જાનવરના ભવમાં ઇચ્છા હશે તો પણ નહિ કરી શકો.
એક દાનનો જ વિચાર કરો ને? કોઈને દાન આપવું હોય તો કયાં આપી શકાય છે? એ જ રીતે આ મનુષ્યભવ સિવાય કોઈ ભવમાં ઉપકાર નહિ થઈ શકે. નરક – તિર્યંચગતિ તેના માટે ઉપયોગી નથી. તિર્યંચ ઉપકાર કરે તો પણ બિચારાની ગતિ એવી છે એટલે અપકાર કર્યો છે તેમ સમજીને તેને માર પડે. ગધેડો ઉપકાર કરવા ગયો. પણ ધોબીનો ઉપકાર કરવા જતાં ધોબીનો માર ખાવો પડયો, ડફણાં પડયાં.
વાત એવી છે કે ધોબીને ત્યાં કૂતરો અને ગધેડો બંને હતા. “ધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટનો” – એ ન્યાયે કૂતરો એક દિવસ ભૂખ્યો રહ્યો. કોઈએ ખાવાનું આપ્યું નહિ. તેથી રીસે ભરાયો કે આજે તો માલિકનું કામ કરવું જ નથી. તે જ રાત્રે ધોબીના ઘેર ચોર આવ્યો. કપડાં લેવા લાગ્યો. કૂતરો જૂએ છે પણ બોલતો નથી. ગધેડાએ કહ્યું છતાં બોલ્યો નહિ. એટલે ગધેડાના મનમાં લાગણી થઈ અને માલિકને જગાડવા ભૂંકવા લાગ્યો. માલિક ભરઉંઘમાંથી જાગ્યો. ગધેડાનો અવાજ સાંભળીને થયું, “આ.. ગધેડો દિવસે તો ઝપતો નથી પણ રાત્રે પણ ઉંઘવા દેતો નથી. તેમ બોલતો માલિક અર્ધનિદ્રામાં બહાર આવી ગધેડાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org