________________
નગદ શ્રદ્ધા અને અખૂટસત્ત્વ ધાર્યું પરિણામ લાવી આપે છે. બધા જ ખરતાડ શ્રીતાડ થયાની ખબર ઉદ્યાનપાલકે આપી એટલે કુમા૨પાળે કાઉસ્સગ્ગ પરિપૂર્ણ કર્યો.
પ્રવચનઃ ૨
આ ચમત્કાર છે. દેવ-ગુરુ પ્રત્યેની ભકિતનું આ ફળ છે. શ્રદ્ધાનું સર્જન છે. તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા પણ એવી જ હતી.
તેઓ જન્મજાત ક્ષત્રિય હતા. તેમની કુળદેવી કંટકેશ્વરી હતી. તે પણ તેવા જ પ્રકારની હોય. પ્રત્યેક વર્ષે ભોગ તરીકે તેની પાસે પાડો વધેરવામાં આવતો હતો. કુમારપાળે કેવલી કથિત શુદ્ધ અહિંસામય ધર્મ સ્વીકાર્યો હતો. ગુરુ મહારાજ પાસે સમ્યક્ત્વ મૂલ બારવ્રતો સ્વીકાર્યા હતા. પછી તો આ ન જ થઇ શકે ! કુમારપાળે ભોગ ધરવાની અનિચ્છા દર્શાવી. કુળદેવી નારાજ થઈ. પ્રાણાંત કષ્ટ આપ્યું. પણ કુમારપાળ કોનું નામ ! પ્રાણ અને પ્રતિજ્ઞા બેમાં તેણે પ્રતિજ્ઞાને પ્રિય ગણી. પ્રાણ તો જન્મોજન્મ મળશે પણ પ્રતિજ્ઞાપાલનનો અવસર તો અત્યારે જ મળ્યો છે. દ્રઢ રહ્યા. જે થાય તે ભલે થાય. જોતજોતામાં કોઢે શરીર ભરાઇ ગયું. રુંવાડામાં પણ થડકારો નથી. ધર્મની નિંદા ન થાય તે માટે પ્રાણત્યાગ કરવાની તૈયારી કરી. પણ ગુરુમહારાજ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે તેમને એમ કરતાં વાર્યા. તેઓના શુદ્ધ ચારિત્રના પ્રભાવે કંટકેશ્વરી દેવી ઉપાશ્રયની બહારના થાંભલા સાથે જ બંધાઇ ગઇ. થરથરવા લાગી. ફરી આવું નહીં કરું તેવું કહ્યું ત્યારે તેને મુકત કરી. આ પ્રસંગથી કુમારપાળ અને પ્રભુના ધર્મનો જયજયકાર વર્તાયો.
આમ કુમારપાળમાં જેમ પ્રભુના ધર્મની અચલશ્રદ્ધા દેખાય છે, તેવી રીતે આપણે પણ સર્વકર્મના ક્ષયનો સર્વદુઃખ-ઉપાધિથી મુક્તિનો જે માર્ગ છે તે માર્ગથી-તે ધર્મથી ચલિત ન થવું જોઇએ. ગમે તે સ્થિતિમાં પણ વીતરાગ એ જ દેવ અને તેનું કહેલું કહેનારા અને તેણે બતાવેલા માર્ગે ચાલનારા ગુરુ તે જ ગુરુ, અને વીતરાગ દેવે કહેલ શુધ્ધ દયામય ધર્મ તે ધર્મ જ અમને માન્ય છે. આવી દ્રઢ શ્રદ્ધા દ્વારા જ એક દિવસ સાચા સુખની અનુભૂતિ થઇ શકે છે. સુખની અનુભૂતિ એ તો સકલ જીવરાશિનું ધ્યેય છે અને આપણું ધ્યેય એનાથી જુદું ન હોઇ શકે. આપણું અનન્તર ધ્યેય સમ્યક્ત્વ-આંશિક સુખ છે. અને પરંપર ધ્યેય સર્વાંશસુખ-મુતિ છે. આ ધ્યેયનું પળવાર પણ વિસ્મરણ ન ૫૨વડે. ધ્યેયનું વિસ્મરણ તો મરણ છે.
આવું સાચું સુખ તો ઘરે જ મળે. લોકમાં કહે છે કે પૃથ્વીનો છેડો ઘર. માણસ ગમે ત્યાં જાય, હરે ફરે મોજ મઝા કરે પણ ત્યાંથી કંટાળે એટલે ઘર
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org