________________
નવપદનાં પ્રવચનો સમજણ સ્પષ્ટ ન હોય તો જૈનધર્મ પામ્યાની ખુમારી પ્રગટતી નથી. કેમકે એકને સંપૂર્ણ સમર્પિત થવાતું નથી. આપણામાં શ્રદ્ધાની કચાશ છે. એ આપણને નડે છે. તે દૂર થાય તો સમ્યકત્વ મળે.
અઢાર દેશના માલિક રાજા કુમારપાળનું સંપૂર્ણ ભારત, લંકા અને નેપાળ વિ. પ્રદેશ ઉપર આધિપત્ય હતું. કુમારપાળે ત્રણ-ત્રણ વખત જીવનની બાજી લગાવી દીધી. જીવનને હોડમાં મૂકયું. એક વખત દેવને માટે એક વખત ગુરુને માટે અને એક વખત ધર્મને માટે. કુમારપાળે દેવાધિદેવની આરતિ ઉતારતાં ઉતારતાં પ્રભુજી ઉપર જે પુષ્પો જોયા તે એક જ ઋતુના હતા. તે જોઈને કુમારપાળના મનમાં વિચાર ઝબકયો, હું રાજા હોઉં અને મારા ભગવાનને છ ઋતુના કુલ ન ચઢે ? જયાં સુધી પરમાત્માને છ ઋતુના ફુલ ન ચઢે ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ. કેવું પ્રચંડ સત્વ ! અશકય જણાતું કાર્ય પણ સત્યના પ્રભાવે શક્ય બને છે. નજીકમાં રહેલા સમ્યફદ્રષ્ટિ દેવે કુમારપાળની ભકિત-શ્રધ્ધા અને સત્વથી પ્રભાવિત થઈને છએ ઋતુના ફુલ ઉદ્યાનમાં ઉગાડવા. ઉદ્યાનપાલકે આવી વધામણી આપી અને એ ફુલ પ્રભુને ચઢયા. કુમારપાળનો અભિગ્રહ પૂર્ણ થયો. ત્યારથી પરમાત્માને રોજ છ એ ઋતુના ફુલ ચઢવા લાગ્યા.
એવો જ બીજો પ્રસંગ છે. કુમારપાળ ગુરુમહારાજને વન્દના કરવા ઉપાશ્રયમમાં ગયા. ત્યારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના રચેલા ગ્રંથો અને તે સિવાયનાં ગ્રંથોનું લેખનકાર્ય ધમધોકાર કરનારા સાતસો લહીયા એમને એમ નવરા બેઠા હતા. ગપ્પા મારતા હતા અને બગાસા ખાતા હતા. મારા ગુરુમહારાજનાં ગ્રન્થલેખનનું કાર્ય કેમ અટકયું? શું કારણ? પૂછતાં ખબર પડી કે તાડપત્ર ખૂટી ગયા છે. નવા તાડપત્ર હજી આવ્યા નથી. નવા તાડપત્ર કાશ્મીરથી આવે છે. કુમારપાળને યાદ આવ્યું કે ઉદ્યાનમાં પણ સંખ્યાબંધ તાડના વૃક્ષો છે. પોતે જાતે જ ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનપાલકને કહ્યું, આ તાડના પત્ર કાઢી આપો. લહીયાનું કામ અટકયું છે. ઉદ્યાનપાલકે કહ્યું, કૃપાળુ ! આ બધા ખરતાડ છે. ગ્રન્થ લખવામાં તો શ્રીતાડ જોઇએ. અને તે તો કાશ્મીરમાં થાય છે. આ સાંભળીને કુમારપાળ ઉદ્યાનમાં ઊભા ઊભા જ સંકલ્પ કર્યો, ગમે ત્યાંથી શ્રીતાડ મળવા જોઇએ. નહિ મળે ત્યાંસુધી ચલિત નહિ થાઉ અને ત્યારે જ હું કાઉસગ્ગ પૂર્ણ કરીશ.
इहासने शुष्यतु मे शरीरं त्वगस्थिमांसं विलयं प्रयातु । આવો અખંડ સંકલ્પ તો કલ્પવૃક્ષ છે. તે શું ન આપે? અનન્ય સમર્પિતતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org