________________
પ્રવચનઃ ૨
વિભાગો પાડયા છે. તેમાં અભવ્ય ચારગતિમાં રખડયા જ કરશે. જાતિભવ્ય અને અભવ્ય માટે એવું કહેવાય કે જાતિભવ્યમાં યોગ્યતા છે પણ તેને મોક્ષમાર્ગનો યોગ જ નહીં થવાનો, અને અભવ્યને મોક્ષમાર્ગનો યોગ થવાનો પણ તેનામાં યોગ્યતા જ નથી. વ્યવહાર શબ્દપ્રયોગ કરીએ તો એક વિધવા છે અને એક વન્ધ્યા છે.
આકાશ
મનુષ્ય મરીને મનુષ્ય સાત કે આઠ વાર થાય. નારક મરીને નરકમાં ન જાય. દેવ મરીને દેવમાં ન જાય. આ ચારગતિ બંધનરૂપ છે અને તેમાંથી છૂટવાનો માર્ગ પણ છે. આવી ગંભીર વાત શાસને સાદીરીતે સ્પષ્ટ બતાવી. સત્ય હંમેશા સાદું સરળ હોય છે. કુટિલતા અસત્યની છાયામાં રહેતી હોય છે. હવા-પાણી પ્રકાશ આ બધું સર્વજન સુલભ છે. સરળતાથી મળનારું છે. પ્રભુએ કહ્યું કે ‘પરિભ્રમણનું મૂળ કારણ કર્મની જડ છે. તે કર્મ કાઢો તો ભ્રમણ બંધ થઇ જશે.‘ આવું સાદું સત્ય બતાવ્યું તે જ ભગવાનનો મોટો ઉપકાર છે. આ જગતમાં એવા કેટલાક જીવો છે કે જેમને મોક્ષનો માર્ગ તો દૂર રહ્યો પણ સુખના માર્ગની પણ ખબર નથી. મોક્ષમાં ગયા પછી પાછા ફરવાનું છે નહિ.
-
—
આપણે શ્રદ્ધાથી આ તત્ત્વોનો સ્વીકાર કરવાનો ને મનમાં ભાવિત થવાનું કે આ ભવમાં સમ્યક્ત્વ અને પરંપરાએ મોક્ષ જોઇએ છે. બે ધ્યેય હોય છે, એક અનંતર અને એક પરંપર. અહીંથી મુંબઇ જવું હોય તો બસમાં પહેલા ભાવનગર જવું છે એમ કહેવું પડે પછી ત્યાંથી મુંબઇ જવાય.
એટલે આપણું અનન્તર ધ્યેય સમ્યક્ત્વ અને પરંપરધ્યેય મુકિત છે. આ ભવમાં સમ્યગ્ દ્રષ્ટિ-સાચીદ્રષ્ટિ જોઇએ છે. જે દ્રષ્ટિમાં ભ્રાન્તિ-ભ્રમણા ન હોય તે સાચીદ્રષ્ટિ કહેવાય. તેવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો ઉપાય દેવ-ગુરુ-ધર્મ ઉ૫૨ શ્રદ્ધા રાખવી તે છે, વીતરાગ પરમાત્મા એજ દેવ, નિર્પ્રન્થ, કંચન-કામિનીના ત્યાગી સાધુ તે ગુરુ અને અરિહંતોએ જગતના જીવોના હિતને સામે રાખીને જે સમ્યગ્-જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ કહ્યો છે તે જ ધર્મ છે. આ માનવું તે સમ્યક્ત્વ. આવું સમ્યક્ત્વ આ ભવમાં અમને પ્રાપ્ત થઇ જાય આ અનંતર ધ્યેય છે. પહેલું આ આવે.
હવે વિચારો ! આ આપણામાં છે ? બીજા દેવને પણ દેવ માનીએ અને વીતરાગને પણ દેવ માનીએ. આને પણ હું પત્ની માનું છું અને માને પણ પત્ની માનું છું. આવું ચાલે ? ના ચાલે, આ બાબતમાં તમે ચોકકસ છો. તેમાં વિકલ્પ નથી. તેમ ધર્મબાબતની માન્યતા સ્પષ્ટ થઇ જવી જોઇએ. આ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org