________________
નવપદનાં પ્રવચનો સિદ્ધ ભજો ભગવંત...
આજે આરાધનાનો બીજો દિવસ છે. આપણા અનંત ઉપકારી શ્રી અરિહંતોએ સૌથી મોટો ઉપકાર એ કર્યો કે આ જગતમાં કોઈપણ જીવોને પોતાના વાસ્તવિક ઈસુખની ખબર નહોતી તે પહેલી એણે ખબર આપી, ખબર આપ્યા પછી એ ગામ કયા રસ્તે જવાય? વચ્ચે વિટંબણા આવે તેનો પાર કેવી રીતે પમાય? તેના ઉપાયો બતાવ્યા. માર્ગ બતાવ્યો. નકશો દોરી આપ્યો. આ જ મોટો ઉપકાર છે.
આજે શ્રી મહાવીરસ્વામી ભગવાનને થયે ૨૫૦૦ વર્ષ થયા છતાં દુનિયાનો ઘણો મોટો ભાગ આ મોક્ષમાર્ગની-સિદ્ધ થવાની-બાબતોમાં ભ્રમણામાં રાચે છે. તેઓ સત્યથી ઘણાં દૂર છે. આજે પણ કેટલાક એવું માને છે કે જે જીવ જે ગતિમાં હોય તે ત્યાંથી મરીને તે જ ગતિમાં ઉત્પન્ન થાય. મનુષ્ય મરીને મનુષ્ય અને તિર્યંચ મરીને તિર્યંચ જ થાય. ખરાબ કામ કરે તો એજ ગતિમાં ખરાબ થાય. રાજા મરીને ભીલ થાય. અને સારા કામ કરે તે સારા થાય. એટલે કે એ જ ગતિમાં ભીલ મરીને રાજા થાય. પણ એ ગતિની બહાર નીકળે નહિ. જન્મમરણના ચક્રમાંથી એનો છૂટકારો જ ન થાય.
જયારે ભગવાને તો કેવળજ્ઞાન પામ્યા પછીના પહેલાજ સમવસરણમાં જીવો જે કારણે કર્મ બાંધે છે, કર્મથી મૂકાય છે અને કર્મથી રીબાય છે, તેનું જ નિરૂપણ કર્યું. દુઃખ, રોગ, જરા, અને મરણને દુઃખ ઘણાએ કહ્યું પણ જન્મને દુઃખ કહેનાર જિનશાસન જ છે. એમાંથી છૂટકારો પામી શકાય છે એ વાત પણ ભગવાને જ કરી. બીજા કેટલાંક એમ માને છે કે જેમ કપૂર ઊડી જાય છે, તેમ જીવ પણ આયુષ્ય પૂર્ણ થતાં ઊડી જાય છે તો પ્રશ્ન એ થાય છે એ ઊડીને ગયું કયાં? કયા સ્વરૂપે રૂપાંતર થયું? કપૂરના અભાવની જેમ આત્માનો પણ શું અભાવ થાય છે? મુકત થાય છે તેનો અર્થ કેટલાક એમ કરે છે કે કાષ્ઠની જેમ જડ થઈ જાય અથવા આકાશની જેમ વ્યાપક થઈ જાય. કેટલાક દેવલોકને જ મોક્ષ માને છે. આ બધી માન્યતા ધૂંધળી, અસ્પષ્ટ અને અજ્ઞાનમૂલક છે.
જયારે અરિહંત પરમાત્માએ ચોકખો-ચણક અસંદિગ્ધ માર્ગ બતાવ્યો. ગતિ ચાર છે અને તેમાંથી છૂટવાનો માર્ગ છે! હા, એવા કેટલાક જીવો છે જે કોઇકાળે મોક્ષે જવાના નથી. મોક્ષે જવાની યોગ્યતા તેનામાં નથી, માટે તે અભવ્ય કહેવાય છે. અભવ્યનો જીવ અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે અને અનંતકાળ સુધી રખડશે. ભવ્ય, અભવ્ય, જાતિભવ્ય, દુર્ભવ્ય આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org