________________
પ્રવચન: ૪
હવે જો જો શાસનપ્રેમી શ્રાવકના મનમાં શું આવે છે? તમારી સામે આવો પ્રસંગ આવે ત્યારે તમારું વલણ કેવું હોય ? પંડિતને રકમ આપવાના પ્રસંગે તમે ઉમળકાથી જ લાભ લ્યો ને! શ્રુતજ્ઞાનની ભક્તિનો અવસર છે એવું જ માનો ને! કે સાહેબ ! સંઘ મોટો છે. મિટીંગ બોલાવવી પડે, પાસ કરવા પડે એવું બોલો. આત્માને પૂછજો, આવી વાતોના શ્રવણનું ફળ જ આ છે. જુઓ ધનજી શૂરાએ શું જવાબ આપ્યો? દોય હજાર દીનાર રજતના ખરચશું, પંડિતને વારંવાર તથાવિધ અરીશું છે મુજ એવી ચાહભણાવો તે ભણી, ઈમ સુણી કાશીનો રાહ ગ્રહે ગુરુદિનમણિ.“
આ નિમિત્તે બે હજાર ચાંદીના દીનાર ખરીશું અને ગુરુપૂર્ણિમા, બળેવ, દિવાળી વગેરે તહેવારોમાં પંડિતને જે જે વસ્તુની ભેટ ધરવાની કે દાન-દક્ષિણા આપવાની હોય તે બધી આપીશું. મારી ભાવના છે આપ ભણાવો. આવી ઉત્સાહપ્રેરક વાણી સાંભળીને શ્રી નયવિજયજી મહારાજ તૈયાર થયા અને તેઓએ ગુરુ મહારાજ શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજ, વિજય સિંહસૂરીશ્વરજી મહારાજ વગેરે વડીલોના કૃપાપૂર્ણ આશીર્વાદ, સકલ શ્રી સંઘની શુભેચ્છાનું ભાતું લઈને કાશી તરફ પ્રયાણ કર્યું.
કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં ગંગાનદીના કિનારે શ્રી યશોવિજયજીએ સરસ્વતીદેવીની સાધના કરી. તેઓની નિષ્ઠા-પવિત્રતા અને એકાગ્રતાના કારણે સરસ્વતીદેવી પ્રત્યક્ષ થયા. પ્રસન્ન થઈને વરદાન આપ્યું. પોતે જ આ વાત લખી છે – શારદ સાર દયા કરો, આપો વચન તરંગ,
તૂ તુઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ તર્ક કાવ્યનો તે તદા, દીધો વર અભિરામ
ભાષા પણ કરી કલ્પતરુ શાખા સમ પરિણામ. તર્કશાસ્ત્રમાં અને કાવ્યમાં તમે અજેય બનશો. તમારી ભાષા કલ્પતરુની શાખા જેવી મનવાંછિત ફળદાયિની થશે. એટલે કે ગદ્ય – પદ્ય – સંસ્કૃત – પ્રાકૃત - ગુજરાતી જે ભાષામાં જેવું લખવું હશે તે તમે રચી શકશો. આવું વરદાન મેળવીને તેઓએ કાશીમાં પ્રવેશ કર્યો, ત્યાં ભટ્ટાચાર્ય પાસે ભણવાનું શરુ કર્યું. પંડિતને રોજનો એક રૂપિયો ચાંદીનો આપવાનું ઠરાવ્યું હતું.
આપણે ત્યાં કેટલાકને આ ચરિત્રની પૂરી અને સાચી માહિતી ન હોવાને કારણે આ પ્રસંગનું નિરુપણ ગરબડવાળું કરે છે. એટલે એ બાબતની સ્પષ્ટતા
Jain Education International
For Private & Personal Use Only
४८ www.jainelibrary.org