________________
નવપદનાં પ્રવચનો કરી લઈએ. એક તો એ કે શ્રી યશોવિજયજી મહારાજ અને તેઓના ગુરુ શ્રી નવિજયજી મહારાજ કાશી ગયા છે. શ્રી વિનયવિજયજી મહારાજ સાથે ગયા નથી. શ્રી નયવિજયજીનું ઓછું જાણીતું નામ અને શ્રી વિનયવિજયજી એ ખૂબ જાણીતું નામ તેથી આવો ગોટાળો થયો છે. વળી બીજી વાત એ પ્રચલિત થયેલી કે આ શ્રી વિનયવિજયજી અને શ્રી યશોવિજયજી કાશીમાં જઈને જૈન સાધુના વેષનું પરાવર્તન કરીને ભણતાં હતા. નામ પણ બદલ્યા હતા. એ વાત પણ સત્યથી વેગળી છે. શ્રી યશોવિજયજી મહારાજના જીવન ચરિત્રને લગતી જે એકમાત્ર રચના “સુજસવેલી ભાસ” મળે છે તેમાંથી કોઈ અણસાર મળતો નથી કે તેઓને આવું કાંઈ કરવું પડ્યું હોય!
માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ તેઓ પદર્શનનાં દિગ્ગજ વિદ્વાન બની ગયા. એટલું જ નહીં એક વાર કાશી આવેલા એક વાદીને પણ તેઓએ વાદમાં જીત્યો. જેના કારણે પ્રસન્ન થયેલા કાશીના પંડિતોએ “ન્યાયાચાર્ય અને 'ન્યાયવિશારદ' આવા બે બિરુદ તેમને આપ્યા. તે પછી ચારવર્ષ આગ્રામાં રહ્યા. પછી ગુજરાત પધાર્યા.
તેઓએ કઠિનમાં કઠિન ગ્રંથોથી લઈ સરળમાં સરળ ગુજરાતી ભાષામાં ગ્રંથો રચ્યા છે. જિનશાસનની પ્રભાવના અને ભવ્યજીવો ઉપર ઉપકાર આ બે જ હેતુથી તેમણે આવા ગ્રંથો બનાવ્યા છે. અહીં આખું જીવન કહેવાનો અવસર નથી. એકાદ દિવસમાં કે એકાદ વ્યાખ્યાનમાં આપણી ટૂંકી બુદ્ધિ વડે આ કહી શકાય તેમ નથી. આ તો માત્ર આચમનરુપ પ્રસાદી છે. આજે ઉપાધ્યાયપદની આરાધનાનો પ્રસંગ છે તેથી આપણા પરમોપકારી ઉપાધ્યાયજી મહારાજ આદિના ગુણોનું કાંઈક ગાન કર્યું. તેઓને શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે વિ.સં. ૧૭૧૮માં ઉપાધ્યાય પદ પ્રદાન થયું.
સંયમજીવનની આરાધના, શાસનનો ઉદ્યોત અને ભવ્યજીવો ઉપર ઉપકાર કરીને વિ.સં. ૧૭૪૩માં ડભોઈ ગામે તેઓ સ્વર્ગવાસી થયા. તેઓનો અગ્નિસંસ્કાર જયાં કરવામાં આવ્યો ત્યાં એક સ્તૂપની રચના કરવામાં આવી. દર વર્ષે તેઓના સ્વર્ગવાસના દિવસે તેમાંથી ન્યાયધ્વનિ પ્રકટતો હતો. પદર્શન ગ્રંથોના વિષયો મનમાં કેવા રમમાણ રહેતા હશે, અસ્થિ અને મજજા સુધી આ બધું કેવું ઓતપ્રોત હશે કે જેથી એ દેહના પરમાણુ જયાં પથરાયા ત્યાંથી આવો ધ્વનિ પ્રકટે. એ પવિત્ર સ્થળની સ્પર્શના કરવા જેવી છે. જે કોઈને વિદ્યા ન ચઢતી હોય, ભણવાનું મન ન થતું હોય, ભણેલું ભૂલી જવાતું હોય તેવા જીવો એ સ્થાનની સ્પર્શના કરી ત્યાંની પવિત્ર રજ પોતાની પાસે રાખે
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org