________________
પ્રવચનઃ ૪
તો વિદ્યા તુર્ત આવવા માંડે છે. આજે પણ આ અનુભવ થાય છે.
ઉપાધ્યાયજી મહારાજના પ્રસંગો તો ઘણાં છે. ઉપકાર પણ ઘણાં છે. કેટલા કહેવાય? પેલી એક ઉકિત છે ને -
सब धरती कागज करूं, कलम करूं वनराइ । सागर सब स्याही करूं, गुरु गुण लिख्या न जाइ ॥ આવા પુરુષના ગુણ ગાતાં આપણામાં એ ગુણ આવે.
ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” આપણે ગૌરવ લઈ શકીએ કે કેવા ઉત્તમ પુરુષો આપણી નજીકના કાળમાં અને નજીકના સ્થાનમાં થઈ ગયા છે. આ તો થોડાંક જ ઉપાધ્યાયજી મહારાજના સામાન્ય ગુણોનું વિહંગાવલોકન કર્યું.
૨૫ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૨૫-ખમાસમણા, ૨૫ સાથીયા દ્વારા આ પદની આરાધના કરવાની છે.
આ લોકોત્તર ઉપાધ્યાયની વાત કરી પણ લૌકિક ઉપાધ્યાય પણ કેવા હોય? મયણાસુંદરી જે ઉપાધ્યાય-અધ્યાપક પાસે ભણ્યા તેમણે કેવું જણાવ્યું? ભરી સભામાં પ્રજાપાળ રાજાએ જયારે પ્રશ્ન પૂછયા ત્યારે કેવી નિર્ભીકતાથી ઉત્તર આપ્યા. આવી ખુમારી શિક્ષણથી આવે છે. સંસ્કાર અને શિક્ષણ એ જીવનની બે પાંખ છે. માતા સંસ્કાર આપે છે. શિક્ષક શિક્ષણ આપે છે.
આગમ એ જિનશાસનની, જૈનસંઘની જીવાદોરી છે અને આગમના ખજાનાના રક્ષક ખજાનચી આ ઉપાધ્યાયજી મહારાજ છે. આ ઉપાધ્યાયજી મહારાજની આરાધના પછી પંચપરમેષ્ઠી ભગવંતોની ખાણ જેવા સાધુપદની આરાધના કેવી કરવી? સાધુપદ સંઘ ઉપર અને સકલ વિશ્વ ઉપર કેવો ઉપકાર કરે છે, અને આવા સાધુપદની આરાધના દ્વારા આત્મવિકાસમાં પરમસહાયક બળની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય વગેરે અધિકાર અવસરે કહેવાશે.
પૂ. ઉપાધ્યાયજી મ.ની. ધર્માભિલાષી આત્માને લાખેણી શિખામણ.
Jain Education International
For Private & Personal Use Only
પ0 www.jainelibrary.org