________________
નવપદનાં પ્રવચનો
એવી પાટણની ધરતી ઉપર આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઇ. શ્રી પદ્મવિજયજી અને શ્રી યશોવિજયજીના નામે તેઓ જાહેર થયા. પછી તો શું જ્ઞાનની લગની લાગી છે. દશ વર્ષમાં તો વિદ્વાન તરીકે પંકાઇ ગયા. આવા પુરુષ જિનશાસનને એમને એમ નથી મળ્યા. તમારા જેવા શ્રાવકોએ બોધ લેવા જેવો છે. ઘણાંના ઘણા પુરુષાર્થના પરિણામે તેઓ આવા ઝળહળતા જવાહીર બની શકયા હતા.
તેમના ગુરુ શ્રી નયવિજયજી મહારાજ પૂર્ણરૂપે સહાયક બન્યા. નહીંતર તમે આવું કયાંય સાંભળ્યું છે કે શિષ્ય ગ્રંથની રચના કરે અને ગુરુ તેની ફેકોપી-પ્રથમાદર્શ-પહેલી સ્વચ્છ નકલ કરે. આવો પરસ્પર સ્નેહ (વાત્સલ્ય) હતો. સિદ્ધપુરમાં વિ.સં. ૧૭૧૧માં તેઓએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, જ્ઞાનસાર પ્રકરણ જેવા ગ્રંથો રચ્યા. આ ગ્રંથની પહેલી નકલ ગુરુજી શ્રી નયવિજયજી મહારાજે કરી છે. જે આજે મળે છે. નીતિનું એક વચન છે - सर्वत्र जयमन्विच्छेत् शिष्यादिच्छेत् पराजयम् ।
બધેથી તમે જીતવાની ઇચ્છા કરજો પણ તમારો પુત્ર કે શિષ્ય તો એવા હોવા જોઇએ કે તે તમને જીતી જાય. આ શ્રી નયવિજયજી મહારાજના શિષ્ય એમને એવા જ મળ્યા હતા.
શ્રી યશોવિજયજીએ દીક્ષા લીધા પછી દશ વર્ષમાં વિદ્યાના ક્ષેત્રે ખૂબ નિપુણતા પ્રાપ્ત કરી લીધી. શ્રી સંઘને આનંદ અને અનુમોદના થાય તે હેતુથી સંઘ સમક્ષ અવધાનના પ્રયોગો કર્યા. બધા જ તેઓના બુદ્ધિના ચમકારાથી પ્રભાવિત થઇ ગયા. રાજી-રાજી થઇ ગયા. ચારેબાજુ પ્રશંસા થવા લાગી. તેમાં એક શ્રાવક હતા. તેમનું નામ ધનજી શૂરા. આ ધનજી શૂરા અને પનજી શૂરા બે ભાઇઓ. પનજી શૂરાએ તો તે કાળમાં અમદાવાદથી સમેતશિખરજીનો ૬ ‘રી’ પાળતો સંઘ કાઢયો હતો. ધનજી શૂરાએ તે સમયે સભામાં ઊભા થઇને કહ્યું, ’શા ધનજી શૂરા તિસે જી, વિનવે ગુરુને રે એમ, યોગ્યપાત્ર વિદ્યાતણુંજી, થાશે બીજો હેમ જો કાશી જઇ અભ્યસેજી, ષટ્ટરશનના રે ગ્રંથ, કરી દેખાડે ઉજળું જી. કામ પડે જિનપંથ.
આ મુનિમહારાજમાં મને તો બીજા હેમચન્દ્રાચાર્ય મહારાજના દર્શન થાય છે. જો કાશી જઇને તેઓને અભ્યાસ કરાવવામાં આવે તો જરૂર શાસનના મહાન પ્રભાવક થાય. જિનશાસનમાં કોઇક કામ આવી પડે ત્યારે આ જ પુરુષ શાસનની શોભા ટકાવશે-વધારશે. આ વાત સાંભળીને શ્રી નયવિજયજી મહારાજે કહ્યું, ભાઇ ! એ કાશીના પં`િ એમને એમ મકન ભણાવતા નથી. આ કાર્યમાં ધનની જરૂર પડે છે.
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org