________________
પ્રવચન: ૪
ગામે ચોમાસુ હતા. ચોમાસુ ઉતરે ત્યાંથી વિહાર કરી ચાણસ્મા-વડાવલી-ગાંભૂ થઇને કનોડા પધાર્યા. ગામના શ્રાવકોએ કહ્યું કે અમારા ગામમાં એક નાનો બાળક છે તેને ભકતામર કડકડાટ આવડે છે. આ વાત ચાલતી હતી ત્યાં જ સૌભાગ્યવતી બાળ જસવંતની સાથે વંદન કરવા આવ્યા.
માતા પુત્ર સુસાધુનાજી, વાંદી ચરણ સુવિલાસ; સુગુરુ ધર્મ ઉપદેશથી જી, પામી વૈરાગ્ય પ્રકાશ
ગુણવંતા મુનિવર ધન તુમ જ્ઞાનપ્રકાશ.’ સૌભાગ્યદેવીને ભકતામર સાંભળ્યા પછી જ પાણી લેવાની પ્રતિજ્ઞા. ચોમાસાના દિવસો, વરસાદની હેલી ચાલે. ત્રણ દિવસ થયા વરસાદ રહેતો નથી. સૌભાગ્યદેવીને ઉપવાસ થાય છે. બાળક જસવંત માને પૂછે છે, બા, તું કેમ કાંઇ ખાતી નથી ? બા કહે, વરસાદ ચાલુ છે તેથી ઉપાશ્રયે જવાતું નથી અને સાધ્વીજી મહારાજ પાસે ભકતામરનું શ્રવણ થતું નથી તેથી ઉપવાસ થાય છે. બાળ જસવંતે કહ્યું, એ તો મને આવડે છે. બોલું ? સૌભાગ્યદેવીએ તો રમૂજમાં જ કહ્યું કે બોલ અને જસવંતે મત્તામર પ્રાત મૌલ્ટિ-મણિપ્રમાળાં થી શરુ કરી એકપણ ભૂલ વિના શુદ્ધ ઉચ્ચારપૂર્વક તેં માનતુંામવા સમુપૈતિ >ક્ષ્મીઃ । સુધી સંપૂર્ણ પાઠ બોલી બતાવ્યો. માતા સૌભાગ્યદેવી તો ખુશખુશાલ બની ગયા. ત્યારથી ગામ આખામાં જસવંત અને તનું ભકતામર જાણીતું બની ગયું. માએ ગુરુમહારાજ પાસે ભકતામર બોલવા બાળકને કહ્યું અને જસવંત બોલવા લાગ્યો. ગુરુમહારાજને પણ આશ્ચર્ય સાથે આનંદ થયો. તેઓએ માતાને કહ્યું, આ બાળક જો શાસનને ચરણે ભેટ ધરવામાં આવે તો સ્વ-૫૨નું કલ્યાણ કરનાર બને. મહાન શાસનપ્રભાવક નીવડે.
તમને તમારા દીકરા માટે આવું કહેવામાં આવે તો તમે શું કહો ? સરળ દયા માતાએ આવી પ્રેરકવાણી સાંભળીને સંમતિ આપી. નાનો ભાઇ દીક્ષા લેવા તૈયાર થયો તે જોઇને મોટા પદમસિંહને પણ વૈરાગ્યના ભાવ જાગ્યા. બંને ભાઇએ –
’અણહિલપુર પાટણ જઇ લીયે ગુરુ પાસે ચારિત્ર
યશોવિજય એહવી કરી જી થાપના નામની તંત્ર.'
આપણે આ તો બહુ જ સંક્ષેપમાં જોઇએ છીએ બાકી આવા મહાપુરુષના જીવનને શાંતિથી વારંવાર સાંભળવા જોઇએ. સ્વાધ્યાયવશ્ય समो ગુરૂળાં હિ મુળ સ્તવઃ । શ્રી હેમચંદ્રાચાર્યજીના જ્ઞાનમય પરમાણુથી પાવન
૪
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only