________________
શ્રી સરસ્વતી વન્દના (ઝૂલણા છંદ : રાત રહે જાહરે પાછલી ખટઘડી...) માત હે ભગવતિ ! આવ મુજ મન મહિ,
| જયોતિ જિમ જગમગે તમસ જાયે ટાળી; કુમંતિમતિ વારિણી કવિમનોહારિણી,
જય સદા શારદા સારમતિદાયિની શ્વેતપદ્માસના શ્વેતવસ્ત્રાવૃતા,
કુન્દ-શશિ-હિમ સમા ગૌર દેહા સ્ટફિક માળા, વીણા કર વિષે સોહતા,
| કમળ પુસ્તકધરા સર્વ જન મોહતા અબુધ પણ કૈક તુજ મહેરને પામીને,
ન પામતાં પાર શ્રુતસિધુનો તે; અમ પર આજ તિમ દેવિ ! કરુણા કરો,
જેમ લહીએ મતિવિભવ સારો હંસ તુજ સંગના રંગથી ભારતિ !
જિમ થયો ક્ષીરનીરનો વિવેકી; તિમ લહી સાર-નિઃસારના ભેદને,
| આત્મહિત સાધું કર મુજ પર મહેરને દેવિ ! તુજ ચરણમાં શિર નમાવી કરી
એટલું યાચીએ વિનય ભાવે કરી; યાદ કરીએ તને ભકિતથી જે સમે,
જીભ પર વાસ કરજે સદા તે સમે -રચયિતા-પૂજય આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વર
શિષ્ય વિજય હેમચન્દ્રસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org