________________
પ્રવચનઃ ૪ મારે તો ગુરુ ચરણપસાથે અનુભવ દિલમાં પેઠો ઋદ્ધિ વૃદ્ધિ પ્રકટી ઘટમાંહિ, આતમ રતિ હુઈ બેઠો
મુજ સાહિબ જગનો તૂઠો. સામાન્ય રીતે કવિઓ કોમળ શબ્દો, કોમળ અક્ષરો પસંદ કરતા હોય છે. કકકામાં જે ટ વર્ગ છે તે અક્ષરો કઠોર છે. તેમાંય આઠ તો કેવો લાગે છે? આ ઠ ને તેઓએ બરાબર ગોઠવ્યો છે. કેવા કેવા પ્રાસ લાવ્યા છે, મુજ સાહિબ જગનો તૂઠો” ગોયમનો અંગૂઠો, જેઠો-નેઠો-બેઠો-પેઠો. એક કડી તો યાદ રાખવા જેવી છે, જિહાં રસ તિહાં નહીં ગાંઠો, જુઓ શેરડીનો સાંઠો રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી, કંટાળો નથી હોતો. શેરડીમાં જયાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો અને જયાં રસ ભરેલો હોય છે ત્યાં ગાંઠ નથી હોતી. એવી જ બીજી એક કડી છે – થોડે પણ દંભે દુ:ખ પામ્યા, પીઠ અને મહાપીઠો
અનુભવવંત તે દંભ ન ધારે. દંભ ઘરે તે ધીઠો.” આમાં ઉપાધ્યાયજી મહારાજના સ્વભાવની લાક્ષણિકતાનો પડઘો છે. તેઓને દંભ ઉપર નફરત હતી. આમ આ ચાર ખંડ પૂર્ણ કરીને જે કળશની પ્રશસ્તિની ઢાળ રચી છે તેમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીની પરિચયપૂર્ણ પ્રશંસા બહુ જ ઉચિત શબ્દોમાં કરી છે. શબ્દો આવા છે: વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહા જી;
ગીતારથ સારથ સોભાગી, સંગીત સખર સનેહા જી. તેઓનો દેહ લક્ષણોપેત હતો. તેઓ સંગીતના પણ જાણકાર અને રસિક હતા. વળી તેઓ ગીતાર્થ પણ હતા. થોડાં શબ્દોમાં કેવો અર્થપૂર્ણ પરિચય આપ્યો છે. તે પછી પોતાની સાથેના તેમના સંબંધો એક જ લીટીમાં દર્શાવ્યા છે. તેમના વિશ્વાસપાત્ર હતા અને તેમના પ્રત્યે સ્નેહ રાખતા હતા. 'તાસ વિશ્વાસભાજન તસ પૂરણ પ્રેમ પવિત્ર કહાયાજી
શ્રી નવિજય વિબુધ પય સેવક સુજસ વિજય ઉવજઝાયાજી' તે પછી પોતે આ અધૂરા રાસની રચના કેવી રીતે પૂર્ણ કરી તેનો ઉલ્લેખ કર્યો છે. સંવત સત્તર અડત્રીસ વરસે, રહી રાંદેર ચોમાસે જી
સંઘતણા આગ્રહથી માંડયો, રાસ અધિક ઉલ્લાસે જી સાર્ધ સપ્તશત ગાથા વિરચી તે પહોંચ્યા દેવલોકે જી
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org