________________
નવપદનાં પ્રવચનો
સ્વીકાર કર્યો. શ્રી વિનય વિજયજી મહારાજે જયારે આ જાણ્યું ત્યારે એમને એક જાતનો રોમાંચ થયો ! તેમણે રાસની રચના શરુ કરી. રસઝરતી કલમે એક પછી એક ઢાળ રચાતી જાય છે. ખંડ પૂરો થતો આવે છે. એક ઢાળ કરતાં બીજી ઢાળ અને એક ખંડ કરતાં બીજો ખંડ ચડીયાતો બનતો જાય છે. સાંભળનાર શ્રોતાને તો મધમીઠી દરાખ જ લાગે. ચાવવાની મહેનત નહીં ને મીઠાશનો પાર નહીં. સંસ્કૃતમાં કહીએ તો સ્વાદું વાટુ પુર:પુરઃ આગળ-આગળ રસઝરતી કડીઓ મળે. એક તો શ્રીપાળ-મયણાનું જીવન જ એવું રસપ્રચુર ઘટનાથી ભરેલું છે. વાંચનાર-સાંભળનારની જિજ્ઞાસા સતત જાગૃત થતી જાય. હવે પછી શું? આગળ શું? એમ થયા જ કરે. આમ રાસ રચાતાં રચાતાં તેની ૭૫૦ ગાથા રચાઈ અને રચના અટકી ગઈ. કુદરતી રીતે જ કેવું બન્યું! જયાં રાસની રચના અટકે છે તે વિષય/શબ્દ પણ એવાં જ છે. શ્રીપાળ વીણા શીખવા ગયા છે ત્યાં વીણા હાથમાં લે છે ને
ત્રટ ત્રટ તૂટે તાંત, ગમા જાયે ખસી તે દેખીને સભા સઘળી હસી'.
આ બાજુ રાસમાં ત્રર્ ત્રર્ કરતાં તાંત તૂટે છે ને આ બાજુ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના પણ આયુષ્યની વીણાના તાર તૂટે છે. ત્યાં રચના અટકી જાય છે.
બસ ! પછીથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દોર હાથમાં લીધો અને રચના આગળ ધપાવી. તેઓ શરુ શરુમાં તો વિનયવિજયજી મહારાજની કલમે લખવા ગયા. પોતાની શૈલી તત્ત્વપ્રધાન, અર્થસભર. જયારે વિનયવિજયજી મહારાજની રસાળશૈલી. એટલે પ્રયત્ન તો કર્યો અને ત્રીજા ખંડની અધૂરી પાંચમી ઢાળથી આગળ ધપાવ્યું. ત્રણ ઢાળના અંતે વિનય અને યશ એવા નામ પણ ગૂંથ્યા. આઠ ઢાળે એ ત્રીજો ખંડ પૂરો કર્યો. પણ પછી તેમને લાગ્યું કે આપણી જ ચાલ બરાબર છે એટલે ચોથા ખંડમાં તો તેમણે તાત્વિક વાતોનો ખજાનો જ ખોલી દીધો છે. તેમણે રચેલી એ પાંચસો એકાવન ગાથામાં તો સ્ક્રયના ખૂણે ભરી રાખેલો અનુભવનો દાબડો જ ઉઘાડયો છે. પોતે જ એકક્ષણે ગાઈ ઊઠયા કે, “વાણી વાચક જસ તણી કોઇ નયે ન અધૂરી.” વાંચનારા ઝૂમી ઊઠે, વિચારનારા ન્યાલ થઈ જાય તેવા વરસ્યા છે. પોતાને પણ આ રાસની રચના દ્વારા અઢળક લાભ થયો છે. ચોથા ખંડની છેલ્લી ઢાળ અને પછીની કળશની ઢાળ તે રાસસાહિત્યની સદા જીવંત રહેવા સર્જાયેલી ઢાળ છે. કેવા અમર શબ્દો અંકિત થયા છે.
४3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org