________________
નવપદનાં પ્રવચનો
વ્યાપારના કામે જાય તો પહેલાં દેરું શોધે. ત્યાં જાય – દર્શન કરે. ઉપાશ્રય હોય અને તેમાં ગુરુ ભગવંત હોય તો અચૂક વન્દન કરે, પછી જ પોતાના કામે વળગે. સર્વત્ર ધર્મને, પ્રભુને, પ્રભુના શાસનને આગળ કરે, આગળ કરીને જ ચાલે – જીવે. પોતાના ઘરની – કપડાંની ખરીદી કરવા જાય, પોતાના ઘરના કપડાં ૮૦૦/૧૦૦૦ ના ખરીદવાના હોય તો પહેલા પ્રભુજીના અંગવસ્ત્રનું કાપડ લે. ભલે તે બે મિટર જ મલમલ લે પણ પહેલાં પ્રભુજીનું વસ્ત્ર પછી મારી વાત આવું તે માને. ઘરના વાસણ લેવા જાય તો તુર્ત્ત ગુરુ મહારાજ ના પાત્રા પહેલાં યાદ કરે. સાચા વાસણ તો આ એવું માને. એપ્રિલ-મે માં ઉઘડતી નિશાળે દીકરા-દીકરીના ધોરણ પ્રમાણે નોટો-ચોપડીઓ ખરીદવા જાય તો પહેલાં એકાદ એકસરસાઇઝ બુક, એકાદ પેન ગુરુમહારાજને વહોરાવવા, શ્રુતજ્ઞાનની વૃધ્ધિ માટે ખરીદે પછી જ છોકરાના ચોપડા. અરે ! કાગળ લખે ને તો પણ ભલે પોતાના સાંસારિક કે દુકાનના કામ અંગેનો કાગળ હોય તો પણ છેલ્લે જેમ તમે ઘોડીયામાં રમતાં બાળકને રમાડશો. એમ લખો ને ! તેવી જ રીતે તે લખ્યા પછી પણ રોજ દેવદર્શન-પૂજન, ગુરુવંદન અને સુપાત્રનો લાભ લેતા રહેજો. આવી ટાંક આવે જ.
જીવનમાં સર્વોપરિ માન્યા છે એટલે પોતાનું નવું ઘર બનાવે કે રિનોવેશન કરાવે તો ૧૦ ટકા જિનાલયના જીર્ણોદ્ધાર માટે ફાળવે જ. તે જ રીતે દુકાન નવી લે કે બનાવે અથવા મરામત કરાવે તો પણ તેના ૧૦ ટકા જેટલી રકમ ઉપાશ્રય માટે ફાળવે. આમ કરવાથી વ્યવહારમાં ધર્મ વણાય છે. તેથી પરલોકમાં પ્રભુનું શાસન અંકે થાય છે.
આ તો આપણો નિશ્ચય છે કે હવે પછીના તમામ ભવોમાં પ્રભુ અને પ્રભુનું શાસન જોઇએ જ છે. તેના અનેક રસ્તા પૈકીનો આ એક સરળ રસ્તો છે.
આવા સમ્યગ્ દર્શનગુણની ઉપલબ્ધિ - પ્રાપ્તિનું કારણ સમ્યગ્ જ્ઞાન છે. આવા સમ્યગ્ જ્ઞાનનું સ્વરુપ કેવું છે, આ આત્માનો ગુણ કેવી રીતે પ્રકટી શકે વગેરે અધિકાર શાસ્ત્રકાર મહારાજા કઇ રીતે સમજાવશે તે
અગ્રે અધિકાર વર્તમાન.
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org