________________
પ્રવચનઃ ૬
ભરપૂરતા હોય છે. રંકતા નથી રહેતી પણ તેનું ચિત્ત અકારણ પ્રસન્નતાથી છલકતું હોય છે અને એના જીવનમાં ભાવદારિદ્રય તો રહેતું જ નથી.
શ્રીપાળના જીવનમાં તમે જોજો. પ્રભુનું સ્મરણ-સિદ્ધચક્રનું સ્મરણ કેવું સતત રહેતું હતું. ધવલ શેઠ સમુદ્રમાં ધકકો મારે છે ત્યારે પણ તેના હૈયે-હોઠે આ શ્રી સિદ્ધચક્રજી જ હતા. આપણે પણ આ ટેવ પાડવા જેવી છે. છીંક આવે, બગાસુ આવે કે ઠેસ વાગે તે વખતે મુખમાંથી “નમો અરિહંતાણં જ નીકળે. તો જ છેલ્લે સમયે Æયમાં અને જીભ ઉપર આ “નમો અરિહંતાણં આવશે.
સમદ્રષ્ટિ આત્માને અંદરથી સમૃદ્ધિ મળી ગઈ હોય છે તેથી બહારની સમૃદ્ધિ ન મળે તો તેની ઈચ્છા નથી હોતી અને મળી ગયેલી ચીજ પ્રત્યે મૂચ્છ નથી હોતી. બબ્બરકોટના મહાકાલ મહારાજાએ શ્રીપાળને નવ નાટકશાળા ભેટ આપી હતી. તે તેની સાથે જ રહેતી હતી. અવરનવર નાટક જુએ પણ ખરા. પણ મનથી નિર્લેપ હોય. તેથી જયારે સુરસુંદરી રડવા લાગ્યા, નાચવાની ના કહી. મયણા ભગિની છાની ન રહે મળીયા માતપિતાજી. “ આ ઘટના બની ત્યારે જ તેમને ખબર પડી કે આ નાટકશાળામાં સુરસુંદરી હતા. આવી નિર્લેપતા પ્રાપ્ત વસ્તુમાં અને અપ્રાપ્તમાં નિઃસ્પૃહતા હોય. તેથી જ આ સમકિતી આત્માના પાપ અશકિતના હોય પણ કયારેય આસકિતના તો ન જ હોય. તેના દિલમાં અવિરતિનું દુ:ખ સતત પીડતું જ હોય.
માટે જ શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર દેવે અવિરતિ સમ્યગૂ દ્રષ્ટિ જીવના જેવો બીજો કોઈ જીવ દુઃખી ન હોય તેમ કહ્યું છે. એ જીવ જાણતો હોય કે શું કરવા જેવું છે અને છતાં ન કરી શકે તે તેનું મોટું દુઃખ હોય છે.
સમતિદ્રષ્ટિ આત્મા પોતાના જીવનમાં પરમાત્માને સર્વોપરિ માને. તે પોતાની પ્રીતિને નાશવંતમાંથી શાશ્વતમાં સ્થાપે. અનિત્યમાંથી નિત્યમાં સ્થાપે. દેહને બદલે દેવાધિદેવને પ્યારા ગણે. સગા સ્નેહીને બદલે સાધુ સાધ્વીજીને સન્માનનીય ગણે. ઘરને બદલે જિનાલય ઉપર રાગ વધારે ધરે. દુકાન કરતાં ઉપાશ્રયને વધુ મહત્ત્વ આપે. તેની સ્પષ્ટ સમજણ હોય કે આ સંસારના પદાર્થો, સંબંધો લોઢાની નાવ જેવા છે. ન બેસો ત્યાં સુધી રૂડી-રૂપાળી લાગે. જેવા બેસવા જાવ એટલે માણસ અને નાવ બન્ને જાય. જયારે શાસનના પદાર્થો, સંબંધો લાકડાની નાવ જેવા. પોતે તરે અને તેમાં જે બેસે તેને પણ તારે. આ સમજણના કારણે પોતાના જીવનમાં ભવોદધિતારક તત્ત્વત્રયીને સર્વોપરિ માને. ગમે તે ગામમાં, નગરમાં, ગમે તે કારણે વ્યવહારિક પ્રસંગે કે
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org