________________
નવપદનાં પ્રવચનો જે રાજી રાજી થાય છે તેને હવે ભવની રખડપટ્ટી ઓછી છે. તે જ કવિવર આગળ કહે છે કે –
જિનમુદ્રા દેખીને ઉપજે અભિનવ હર્ષ, ભવદવ તાપ શમે સહી તેહનો, જિમ તૂટે પુખ્ખર વર્ષ ઉદયરત્ન મહારાજ કહે છે કે
મારા પ્રભુજીને જોઈ જોઈ હરખે જેહ.
ત્રિભુવન લીલા પામે તેહ. જગતમાં શ્રેષ્ઠ વસ્તુ હોય તો આ જ છે.
સખરે મેં સખરી કોન, જગત કી મોહિની,
ઋષભ જિગંદકી પડિમા, જગત કી મોહિની. સખર એટલે સુંદરમાં સુંદર કોણ છે? જગતને મોહ પમાડનાર જો કોઈ હોય તો આ શ્રી ઋષભદેવની પ્રતિમા છે. પ્રભુ પ્રત્યે આવો ભાવ આવે તો તેની સમક્ષ થતી ક્રિયા અમૃતક્રિયા થયા વિના ન રહે.
મયણા સુંદરી સંધ્યા સમયે પ્રભુજી સમક્ષ આરતિ ઉતારી રહ્યા હતા. તે જ વખતે સહજ રીતે જ આરતિની ક્રિયા અમૃતક્રિયા બની ગઈ. અમૃતક્રિયાના લક્ષણો આપોઆપ પ્રગટ થયા. શ્રીપાળ રાસની પંકિત છે
'તર્ગતચિત્ત ને સમયવિધાન ભાવની વૃદ્ધિ ભવભયઅતિઘણો જી; વિસ્મય પલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયાતણો જી'
અમૃતક્રિયાનું ફળ તુર્ત મળે છે. “ફળ તિહાં નહીં આંતરો જી' આવી ક્રિયાનું ફળ વાયા નહીં અને વાયદે નહીં પણ સીધું અને શીધ્ર મળે છે. મયણાને તુર્ન મળ્યું હતું. આરતિ ઉતાર્યા પછી પણ ક્ષણ-ક્ષણ રોમાંચ થાય છે. પોતાના સાસુ પાસે ઘરે જાય છે. સાસુએ કહ્યું, કુંવરના કોઈ સમાચાર નથી. પરદેશી શત્રુ રાજાએ નગરને ઘેરો ઘાલ્યો છે. ચિંતાનો વિષય છે. આવે વખતે મયણા નિશ્ચિત્ત મને કહે છે, માતા ચિંતા ન કરો. કુંવર સાજાસારા છે. ત્યાં જ બારણે ટકોરા થાય છે. મયણા કહે છે, માતા ! કુંવર આવી ગયા. કમાડ ઉઘાડયા તો શ્રીપાળ પોતે જ હતા. આવો પ્રભાવ પ્રભુ પ્રત્યેની ભક્તિથી થયેલી અમૃતક્રિયાનો છે.
સમકિતી આત્માનું ચિત્ત સતત પ્રભુસ્મરણમાં ડૂબેલું હોય છે. તેથી તેના જીવનમાં રુક્ષતા નથી હોતી, પણ ભીનાશ હોય છે. રિકતતા નથી હોતી પણ ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org