________________
નવપદનાં પ્રવચનો અષ્ટપ્રવચનમાતા તે માતા કહેવાય અને દશવિધ યતિધર્મ તે પિતા કહેવાય. પિતા પાલન કરે. માતા પોષણ કરે. નવો જન્મ છે એટલે નામ બદલાય. વેષ બદલાય. ભાષા બદલાય. ક્રિયા એ જ કરવાની રહે, વ્યવહાર એ જ કરવાનો રહે પણ ભાષાપ્રયોગ બદલાઈ જાય. નિષ્પાપ ભાષા સંસ્કાર એ જિનશાસનની અમૂલી ભેટ છે. આહાર જ જમતા હોય પણ વાપરે છે તેમ કહે. ભોજન ન કહે ગૌચરી કહે. વાસણ નહીં પણ પાતરા કહેવાય. તમને સાધુનો પરિચય ખરો ને! અને સાધુના ઉપકરણોનો પરિચય ખરો ! સાધુ જ ગમે કે સાધુતા પણ ગમે? આ અમે પહેરીએ તેને શું કહેવાય? સભા: એસ.
ના.. ખેસ તો તમારો હોય. આ તો પાગરણી કહેવાય. તે જ રીતે વહોરવા જાય તે તરપણી ચેતનો-ઝોળી-પડલા આ બધા ઉપકરણો છે. તેનો પરિચય કરો – પ્રીતિ કરો. તો કયારેક આ જીવન જીવવાનો અવસર આવે. સાધુજીવનનું બધું જ મંગળમય છે. કોઈ શબ્દ મંગળ સિવાયનો નથી. શ્રાવકો વહોરવા બોલાવવા આવે તો શું કહે ? સાહેબ ! લાભ દેવા પધારો ! સાધુ મહારાજ પણ કેવો ઉત્તર આપે ? હા ચાલો આવું છું એમ ન કહે. વર્તમાન જોગ” કહે. કેવો અર્થપૂર્ણ શબ્દ પ્રયોગ.
आउसस्स न वीसासो, कज्जम्मि बहूणि अंतरायाणि । तम्हा हवइ साहूणं, वट्टमाणजोगेण ववहारो ॥
આયુષ્યનો એટલે પળ પછીનો ભરોસો નથી. સાધુનું કાર્ય એટલે શ્રેયસ્કર કાર્ય. તેમાં ઘણા વિઘ્નો હોય છે. તેથી નિશ્ચયાત્મક વચન ન બોલાય. રખેને બોલાયેલું ન પળાય તો! એટલે “વર્તમાન જોગ' બોલે. જયારે વહોરવા જઈશું ત્યારે જેવો યોગ હશે તેમ કરીશું. પહેલાં તો તમારે ઇચ્છકારમાં પણ પાઠ મોટો હતો. અત્યારે જયાં "ભાત-પાણીનો લાભ દેશોજી બોલો છો ત્યાં ભાત-પાણી-ઔષધ-ભૈષજય-પીઠ-ફલક સંસ્તારકનો લાભ દેશોજી એમ બોલાતું અને સાધુ મહારાજ પણ ખપ હશે તો આવીશું અને ખપે તેવું હશે તો વ્હોરીશું” એવું કહેતા. લોકોત્તર પ્રભુ શાસનનો વાણી વહેવાર પણ લોકોત્તર હોય છે. તમે પૂછો કે અમારે કેટલાક પદાર્થો સમજવા આવવું છે કયારે આવીએ? તો સાધુ મહારાજ કહેશે કે બપોરે ત્રણ વાગ્યા પછી આવો તો અમને પ્રતિકૂળ નથી. આવું નિરવદ્ય વચન બોલે.
સાધુ પાસે તમે જાવ અને કદાચ તેઓ ઉપદેશના વચન ન કહે તો પણ
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org