________________
પ્રવચન : ૪
મુનિવર પરમ દયાલ...
આજનો દિવસ એક મહાન આરાધનાનો દિવસ છે. જે કોઈ આત્માને ગમે તે સ્થળમાં કે ગમે તે કાળમાં સકલ ઉપાધિથી મુક્ત, અનુપમ સુખ મેળવવું હોય તેને આ પદે પહોંચવું જ પડે છે. ભાવ સાધુ બનવું જ પડે છે. એ ભાવસાધુતા મેળવવા દ્રવ્ય સાધુ થવું જ પડે. કારણ કે શાસ્ત્રનું વચન છે કે વંતિયવિરડુસુતરું નg | મમ કિંતુ મુ9પડ્યું મન - વચન – કાયાના દંડથી એટલે હિંસા વગેરે પાપો કરવાથી-કરાવવાથી અને કરતાંને સારા કહેવાથી જે વિરમેલા છે તેને જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે અને એવા ત્રિવિધે-ત્રિવિધે ત્રિદંડથી વિરમેલાને જ પ્રણામ કરવાના કહ્યા છે.
जावंत के वि साहू, भरहेरवय महाविदेहे अ । सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंडविरयाणं ॥
આ સૂત્ર જે રોજ બોલીએ છીએ તેમાં પણ ત્રિવિધે – ત્રિદંડથી - મનદંડ – વચનદંડ અને કાયદંડથી જે વિરમ્યા છે તેને પ્રણામ કરવાની વાત છે. આવા સાધુ ભાવસાધુ કહેવાય છે. એ ભાવસાધુપણું ટકે અને ન આવ્યું હોય તો આવે તે માટે જે જીવનને વ્રત-નિયમોથી સજ્જ બનાવવામાં આવે તે દ્રવ્યસાધુપણું છે. દ્રવ્ય શબ્દ કારણવાચક છે. તે સાધન છે. ભાવ તે કાર્ય છે-સાધ્ય છે.
આવા સાધુ થયા વિના કોઈના કર્મનો અંત થયો નથી. એટલે પ્રત્યેક પાપભીરુ-ભવભીર આરાધક આત્માનું જીવનલક્ષ્ય, સાધુ થવાનું-નિષ્પાપ થવાનું હોવું જ જોઈએ. શ્રાવક રોજ તેનો મનોરથ કરે.
સદ્ વૈરાગ્ય રસે રસિક થઈને દીક્ષેચ્છુ કયારે થશે ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને કયારે સુભાગ્યે જશું, સેવા શ્રી ગુરુદેવની કરી કદા સિદ્ધાન્તને શીખ ને વ્યાખ્યાન વડે સમસ્ત જનને ક્યારે પ્રતિબોધશું.
આ લક્ષ્યપૂર્વક સાધુપદની આરાધના કરવાની છે. ૨૭-ખમાસમણા કે ૨૦-નવકારવાળી આવા સાધુ થવાના કોડ જાગે તે માટે કરવાની છે. સાધુપદનું ધ્યાન શ્યામવર્ષે કરવાનું છે. મોહનું મારણ કરવા શ્યામવર્ણ જરૂરી છે.
સાધુ દીક્ષા લે એટલે નવો જન્મ થાય. માતા-પિતા બદલાય.
Jain Education International
For Private & Personal Use Only
૫૪ www.jainelibrary.org