________________
નવપદનાં પ્રવચનો
આ ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી મહારાજના જ ગુરુભાઈ ભાનુચન્દ્ર ઉપાધ્યાય થઈ ગયા. તે પણ એવા જ શાસનપ્રભાવક પુરુષ હતા. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેઓશ્રીના અનુગામી તરીકે અકબર બાદશાહ પાસે રહ્યા હતા. શ્રી શત્રુંજય તીર્થના મુંડકાવેરા નાબૂદી અંગેના ફરમાનો મેળવવાનો યશ તેમને ફાળે જાય છે. તેમણે આમ તો ઘણા ગ્રન્થોની રચના કરી છે પણ એક આત્મનિંદાગર્ભિત ભગવાન શ્રી ઋષભદેવની સ્તુતિ સ્વરૂપ નાનો ગ્રન્થ બનાવ્યો છે તે તેઓની યશસ્વિની કૃતિ છે. દુન્યવી દ્રષ્ટિએ આટલા પ્રશંસાપાત્ર બનેલા, આટલી ઊંચી પદવી પામેલા સરળભાવે એક બાળક બા-બાપુજી પાસે બોલે તે રીતે પરમાત્મા પાસે જે નિખાલસતાથી પોતાના દોષો પ્રકટ કર્યા છે, તે આપણા જેવા જીવો માટે દાખલારૂપ છે.
જીવનને ઉર્ધ્વગામી બનાવવું હોય તો આ સ્વદોષદર્શનની નિસરણી ચઢવી જ પડશે.
એ પછીના કાળમાં થયેલા ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજ, તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એ બધા નામો જૈન શાસનના ગગનમાં સદા ચમકતાં નક્ષત્રો છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજની તો બધી જ રચના સૌભાગ્યવંતી છે. તમને બધાને પણ તેઓએ રચેલા સ્તવન આવડતા જ હશે. ““સિદ્ધારથના રે નંદન વિનવું” આ સ્તવન કોણે નહી સાંભળ્યું હોય. અને નિર્ધામણાના દિવસોની આરાધનામાં તો પુણ્ય પ્રકાશનું સ્તવન સાંભળવાની પ્રણાલિકા છે. આ રચના પણ તેઓશ્રીની જ છે. આ શાશ્વતી ઓળીના દિવસોમાં જે શ્રીપાળ-મયણાનો રાસ ગામે-ગામ, ઘર-ઘરમાં ગવાય છે, વંચાય છે, તે રાસ આપણા બે ઉપાધ્યાયજી મહારાજની સહિયારી રચના છે. તેઓના પરસ્પરના સ્નેહનું એક ચિરંજીવ-અમર સંભારણું છે. આ રાસની રચનાની આગળ-પાછળની કથા રસ ભરપૂર છે.
પ્રાચીન કાળના સંયમના અનુરાગી સાધુઓ જંઘાબળ ક્ષીણ થઈ જાય, વિહારની અનુકૂળતા ન રહેતી હોય ત્યારે યોગ્યક્ષેત્રમાં સ્થિરવાસ રહીને ચારિત્રધર્મની આરાધના કરતાં અને ભકિતવંત શ્રાવકો પણ પોતાના ગામમાં આવો લાભ મળે તે માટે ઝંખના કરે અને વિનંતી કરીને રાખે. ભકિત પણ એવી જ કરે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ સુરત પાસેના રાંદેર ગામમાં સ્થિરવાસ હતા. તેઓશ્રી સમર્થ વિદ્વાન હતા. કવિ હતા. ગ્રન્થોની ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org