________________
પ્રવચન: ૪
અઢાર અભિષેક આદિ વિધિ-વિધાન પ્રવર્તે છે. તે બધાના સંકલનકાર આ જ પુણ્યપુરુષ છે. એ જ રીતે આજે જે પરમાત્માની વિવિધ-પ્રકારી પૂજાઓ ભણાવાય છે તેમાં સૌથી પહેલી પૂજા જો કોઈ હોય તો આ ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી મહારાજ રચિત સત્તરભેદી પૂજા. આ પૂજાની રચનાનો ઇતિહાસ પણ રોમાંચક અને રોચક છે. તેઓએ આ પૂજા કપડવંજ ગામમાં રચી છે. આજે પણ એ સ્થાન વિદ્યમાન છે. ત્યાં પોતે વિરાજમાન હતા. બાજુમાં જ એક કુંભારનું ઘર. કુંભાર હોય ત્યાં ગર્દભરાજ તો હોય જ.
એક રાત્રે પ્રતિક્રમણ પછી કર્મક્ષય નિમિત્તે પૂજયપાદશ્રી કાઉસ્સગ્નમાં રહ્યા. અભિગ્રહ કર્યો. આ બાજુના કુંભારના ગધેડા ભૂકે ત્યારે કાઉસ્સગ્ન પારવો. કાઉસ્સગ્ન શરૂ થયો. શરૂઆતમાં લોગસ્સ અને પછી ધ્યાનમાં પ્રવેશ કર્યો. આ બધું આનંદથી- એકાગ્રતાપૂર્વક ચાલ્યું. “મોક્ષે વિત્ત મ ત એવી સ્થિતિ આવી ગઈ. શરીરને યોગસાધના દ્વારા આસનસિધ્ધ કરેલું હતું તેથી તે તો એક જ મુદ્રામાં ટકયું પણ આ મન તો એક જ અધ્યવસાયમાં બે ઘડીથી વધારે ન જ ટકે. બે ઘડીથી વધારે પ્રણિધાન પણ ન રહે. એટલે ધ્યાન પછી
ધ્યાનાન્સરિકા' આવે. એ વચગાળામાં ચિત્તને તેઓએ પ્રભુભકિતમાં જોડી લીધું. પ્રભુની પૂજાના વિચાર દ્વારા પ્રભુમાં મન લીન બનાવી દીધું. કવિત્વ સહજસિધ્ધ હતું. પરમાત્માની અનેક પ્રકારે પૂજા થઈ શકે છે તે વાત તો શાસ્ત્રમાં આવે જ છે. એટલે સત્તરપ્રકારી-એકવીસપ્રકારી પૂજાનો વિચાર મનમાં ગોઠવીને રચના શરુ કરી. શાસ્ત્રીય રાગનો પણ મહાવરો હતો. રચના શરુ થઈ ગઈ. મન પ્રભુ ગુણગાનમાં ડૂબી ગયું. પછી ગધેડો આવ્યો કે નહીં ! ભૂક્યો કે નહિ એ વિકલ્પ જ ન રહ્યો. મન શુભ વિચારમાં સ્થિર થઇ જાય એટલે નબળા વિચારો કોરા કપડા ઉપરથી જ ખરી પડે તેમ ખરી પડે છે. એક..બે..ત્રણ. એમ પૂજા રચાતી ગઈ. ઠેઠ સવારે ગધેડા આવ્યા અને ભૂકયા. અને એ સત્તરભેદી પૂજા-એકવીસપ્રકારી પૂજા આપણને-શ્રી સંઘને ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી મહારાજના કાયમી સંભારણા રૂપે મળી.
"સકલ મુનસર કાઉસ્સગ્નધ્યાને એહ પૂજાવિરચાયા”
પર્વાધિરાજના કર્તવ્યમાં પર્યુષણાની આરાધનાના અંતે પ્રભુભકિત નિમિત્તે આ પૂજા ભણાવવાનો રિવાજ છે. વળી સંવત્સરી પ્રતિક્રમણમાં છીંક આવે તો એ અશુભને ટાળવા માટે પણ આ સત્તરભેદી પૂજા ભણાવવામાં આવે છે. વર્ષમાં એકવાર અને ખાસ તો પર્યુષણા પછી તુર્ત આ પૂજા ઠાઠમાઠથી ભણાવવી જોઈએ.
૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org