________________
પ્રવચન: ૭
રોજ ૫૦૦ વખત આ અધ્યયનનો સ્વાધ્યાય કરતાં હતા. આમ રોજેરોજ આ અધ્યયનનો પાઠ કરવાથી આ શબ્દો રોમરોમમાં વસી ગયા. દેવલોકના ૫૦૦ વર્ષ સુધીનો એ સ્વાધ્યાય આત્મસાત્ થઈ ગયો. લાખ વાર સ્વાધ્યાય થાય તો જન્મ સુધી ભૂલાય નહીં, અને કોટિવાર પાઠ કરવાથી અન્ય જન્મમાં પણ આવે છે. કહ્યું છે કે તમે પર્યન્ત, વોટ્સ સન્માન્તરે 97 II.
આવો સતત, સત્કારપૂર્વકનો, નિરન્તર, દીર્ઘકાળ સુધી સ્વાધ્યાય કર્યો તેનું પરિણામ આ ભવમાં મેળવ્યું.
ત્રણ વરસના સાધવી મુખથી અંગ અગીયાર ભણંતા રે માત્ર ત્રણ વર્ષ જેવી કુમળી વયમાં અગીયાર અંગસૂત્ર કંઠે થઈ જવા પાછળ આ દેવના ભવમાં અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ મહારાજાનો સંપર્ક અને તેમના મુખકમલમાંથી પ્રકટેલા પુંડરીક કંડરીક અધ્યયનને આત્મસાત્ કરવા માટે કરેલો અનન્ય ઉદ્યમ. આ બે તત્ત્વોએ તેમને શ્રી વજસ્વામી બનાવી દીધા. આપણે પણ આ ચરિત્રમાંથી આ જ બે બોધ તારવવાના છે. અવિનય - આશાતના ટાળીને, જ્ઞાનીનો વિનય-બહુમાનપૂર્વક સંપર્ક કરવાનો છે. ને ઉદ્યમ પણ કરવાનો છે.
જ્ઞાની પણ કેવા-કેવા હોય છે.
૧૨૫ વર્ષ પહેલા એક જ્ઞાનસારજી મહારાજ નામે મુનિરાજ થઈ ગયા. તેઓના નામ પ્રમાણે ગુણ હતા. જ્ઞાનની જ ધૂન. શ્રી આનંદઘનજી મહારાજના ૨૦ સ્તવન ઉપર તેમણે ચિંતન શરુ કર્યું. શબ્દ, અર્થ તેનું મનન અને પછી ચિંતન. વર્ષો વીત્યા. તમે ધારો ! કેટલા વર્ષ એ ચિંતનમાં વીત્યા હશે? તેમનું ચરિત્ર કહે છે ૪૦ વર્ષ વીત્યા. પણ તેના સંપૂર્ણ અર્થ ને તાત્પર્યને તેઓ પામી ન શકયા. તેમની પાસે ભણનારાએ કહ્યું, બાપજી આ જેટલું ચિંતન થયું છે તે લખી દ્યો. પૂરું તો કયારે કરશો. જ્ઞાન તો અગાધ છે. શ્રાવકોની આવી આગ્રહભરી વિનંતિથી એમણે એ વિવરણ લખ્યું. જે આજે મળે છે. શ્રી જ્ઞાનસારજીમાં નિઃસ્પૃહતા પણ એવી જ હતી. ખાવા, પીવા, પહેરવા,
ઓઢવામાં સાવ બેપરવા. આ બધાંથી ઉપર ઊઠી ગયેલાં. આવા જ્ઞાનીના દર્શન પણ તારે. એ જ રીતે જ્ઞાનના સાધનો પ્રત્યે પણ આદર કેળવવાનો છે અને જ્ઞાન પ્રત્યે એકાંતે ઉપાદેયબુદ્ધિ કેળવવાની છે અને તેવા ભાવપૂર્વકનો નિત્ય ઉદ્યમ કરવાનો છે. એક શાસ્ત્રવચન છે કે પંદર દિવસમાં સોળ અક્ષર
૮૫. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org