________________
નવપદનાં પ્રવચનો કંઠે થઈ શકે ત્યાં સુધી ભણવાનો ઉદ્યમ મૂક્યો નહીં દા.ત. ફર્શનું દેવદેવી,
નં પાપનાશનમ્ આ સોળ અક્ષર થયા. આટલા અક્ષર અને દિવસ મર્યાદા પંદર. તમે બધા આટલા બુદ્ધિશાળી તો છો જ. સંપર્ક પણ થાય છે. માત્ર ઉદ્યમ ઉમેરો તો જરૂર જ્ઞાન ચઢે. એનો એક બીજો ઉપાય વિરાધના ટાળવાનો છે. નિવાર્ય કોટિની વિરાધના તો ટાળવી જ જોઈએ.
જેમ કે ટિકીટ, કવર ચોડતી વખતે થૂક લગાડવું, રૂપિયા ગણતા કે ચોપડી વાંચતા થંકવાળી આંગળી કરવી. અક્ષરવાળા પગલૂછણીયા વાપરવા, એંઠા મોઢે બોલવું આ બધી નિવાર્ય કોટિની વિરાધના છે. તે ટાળવી જોઈએ અને જ્ઞાન ચઢે તે માટે રોજ (જ્ઞાનના ભેદ એકાવન છે એટલે) એકાવન અથવા ઓછામાં ઓછા પાંચ ખમાસમણાં દેવા જોઈએ. આ રીતે પ્રાપ્ત થયેલું જ્ઞાન આપણે સાધન લેખે સાધવાનું છે. સાધ્ય તો ચારિત્ર છે. સંપર્ક અને ઉદ્યમથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને વરાળસાથ શ્રુતજ્ઞાનમેં કહ્યું છે.
જ્ઞાન એટલે જાણવું. જાણ્યા પછી આદર અને પરિહાર આવે તો જ તે પૂર્ણ થાય. જ્ઞ પરિજ્ઞાથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે. એક મગની બે ફાડ. એક માર્ગની બે બાજુ જ્ઞાન અને ક્રિયા. “જાણ્યું તો તેણે ખરું જે મોહે નવિ લેપાય.” એવી જ બીજી પંકિત છે, “ચારિત્ર ધર્મ જસ મન વસ્યો સફળો તસ અવબોધ જ્ઞાનથી અજ્ઞાન ટળે તેટલું જ તેનું ફળ નથી અજ્ઞાનની સાથે-સાથે મોહ પણ દૂર થવો જોઇએ, ત્યારે જ તે સમ્ય જ્ઞાન બને છે. अन्नाण संमोह तमोहरस्स
नमो नमो नाणदिवायरस्स આ સંમોહ જાય તો જ ચારિત્ર આવે. આવું ચારિત્ર એ તો જીવનની ઉચ્ચકળા છે. જ્ઞાનની સૌરભ છે.
એ સમ્યગુ ચારિત્રનું પ્રભુશાસનમાં બહુ સૂક્ષ્મ વર્ણન છે. અનેક ભેદ બતાવ્યા છે. તેનું ફળ મુકિત છે. વગેરે વર્ણન અગ્રે અધિકાર વર્તમાન જોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org