________________
નવપદનાં પ્રવચનો
જોઇએ. વિનોદને માટે એક વાત કહું. એક હસ્તલિખિત પાનામાં સભા માટેના બે છપ્પા વાંચેલા. તેમાં બે પ્રકારની સભા વર્ણવી છે. ૧. પ્રથમ શ્રોતાગુણ એહ, નેહ કરી નયણે નીરખે;
હસત વદન હુંકાર, સાર પંડિત ગુણ પરખે. શ્રવણ દીયે ગુરુવયણ, સયણતા રાખે સરખે; ભાવ ભેદ રસપ્રીછ, રીઝ મનમાંહિ હરખે. વેધક વિનય વિમળ સાર ચતુરાઈ અગાળા; કહે કૃપા એહવી સભા કવિયણ તિહાં દાખે કળા. કે બેઠાં ઊંધાય જાય કે અધવચ ઊઠી, હસે કરે કેઈ ગોઠ; કોટ કરી કેઈ અપૂઠી કઈ રમાવઈ નિજ જાત વાત કે માંડે ભૂકી કે નવ જાણે મર્મ ઘર્મમતિ જાણઈ જૂઠી કે ગલહથા દેય ગોડા વચિ ઘાલે ગલા કહે કપા એવી સભા કવિયણ સી દાખે કલા?
આમાં પહેલી જ સભા સારી. ગૌતમ મહારાજાએ પેલા તિજાંભેક દેવના મનના સંશયનું નિરાકરણ કરવા માટે જ પુંડરીક-કંડરીકની કથા કહી અને સંયમને મનના પરિણામ જોડે સંબંધ છે, શરીરની દૃષ્ટતા કે કૃશતા જોડે નહીં એવું પ્રતિપાદન કર્યું. એક તો જોતાંવેંત ગૌતમ મહારાજા ગમી ગયા હતા અને તેમાં મનમાં ચાલતી વાતનું વગર પૂછે નિરાકરણ કરી આપ્યું એટલે "દૂધમાંહી ભળી શીતોપલા” જેવું થયું.
તે ક્ષણથી આ દેવના મનમાં ગૌતમ મહારાજાની આકૃતિ અને તેઓએ કહેલાં પંડરીક-કંડરીક અધ્યયનના અક્ષરો અંકિત થઈ ગયા. કોતરાઈ ગયા. આવા જ્ઞાનીપુરુષનો સંપર્ક જીવનના ઉધ્વરોહણનું નિમિત્ત બની ગયું. બસ, પછી તો પુંડરીક-કંડરીક અધ્યયનના પાઠનો ઉદ્યમ નિરન્તર કરવા લાગ્યા. આવશ્યકચૂર્ણિમાં અક્ષરો છે કે:
तत्थ वेसमणो, अहो भगवता आकूतं णातं ति, एत्थ अतीव संवेगमावन्नो, वंदित्ता पडिगओ, तत्थ वेसमाणस्स, एगो सामाणितो देवो, तेण तं पुंडरीयज्झयणं ओगाहितं पंचसयाणि; संमत्तं च पडिवन्नो।
– માવ. ચૂર્ણિ, પૃ. ૨૮૨ પ્રથમ માળા ૧- આ જ ઉલ્લેખ વન્દાસવૃત્તિ પત્ર-૩૧ તથા શ્રાદ્ધદિનકૃત્ય પ્રથમ ભાગ પત્ર-૭૪
८४ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only