________________
॥ नमो नमः श्री जिनशासनाय॥
ઓળીનો અર્થ થાય છે પંકિત-શ્રેણિ. આપણને આજે આ શબ્દ નવો લાગે છે પણ ગુજરાતમાં ૧૦૦ વર્ષ પહેલા આ પ્રચલિત હતો. આજે પણ અમદાવાદમાં માણેકચોક પાસે કંદોઈની દુકાનોની શ્રેણિ જયાં છે તેને કંદોઈઓળ અને શૃંગારનાશણગારના સાધનોની દુકાનની જયાં હાર છે તેને ચાંલ્લાઓળ કહેવાય છે. આ ઓળ તેજ ઓળી. નવપદની આરાધનાના દિવસોની શ્રેણિ તે નવપદની ઓળી.
આરાધકોને મન એ ઓળીના દિવસો એટલે ઉત્સવના દિવસો. શ્રીપાળ અને મયણાં તે એના આદર્શ આરાધકો. એ દિવસોનો પણ એક અનેરો, તપથી શોભતો, ભકિતથી ભીંજાવતો માહોલ હોય છે.
એવા માહોલનો અનુભવ વિ.સં. ૨૦૪૫ ના ચૈત્રી ઓળીના દિવસોમાં અનુભવ્યો.
કાઠીયાવાડનું દાઠા જેવું ગામડું ગામ, શહેરના ઘોંઘાટ અને ધમાલથી મુકત આ ગામ, શ્રી શાંતિનાથ પરમાત્માની શીતળ સુખદ છાયા, દાઠા જૈન મહાજનનો ઉલ્લાસ, આરાધકોનો તરવરાટ, આ બધાની છાલક અમને પણ લાગી. અને એક સુંદર, સ્મરણીય વાતાવરણ રચાઈ ગયું. દિવસો યાદગાર બની ગયા. વાગોળવા ગમે તેવા વીત્યા, યાદ કરીએ તો સુરખી છવાઈ જાય તેવા માણ્યા.
સહજ રીતે જ એ દિવસોમાં આરાધકોને પ્રવચન દ્વારા પ્રેરણા પામવાની ઉત્સુકતા રહે અને એ ૪૦૦-૪૫૦ શ્રોતાની હાજરીમાં જે કહેવાયું તે સ્મૃતિ કોષમાં સાચવવું ગમે તેવું બધાને લાગ્યું.
એ શ્રોતાઓમાંથી જ માંગણી થઈ "આ વ્યાખ્યાનોનું પુસ્તક પ્રગટ કરો જ કરો.” દાઠા જૈન મહાજનના વહીવટદારોએ - સામુદાયિક ઓળીના આયોજકોએ આ વાક્ય પકડી લીધું અને પછી તો તેઓ વારંવાર આની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા.
મને આમે આળસ ઘણી. હું ટાળતો રહ્યો. તેઓ ઉઘરાણી કરતા રહ્યા અને તેઓએ લીધી વાત મૂકી નહીં. "ઘાણી અને ઉઘરાણી આંટે પતે” એ કહેવત મુજબ તેઓની ધીરજે મારી આળસ ઉડાડી, મુનિશ્રી રાજહંસવિજયજીએ પરિશ્રમથી ઉતારેલા એ વ્યાખ્યાનને છપાવવા યોગ્ય બનાવવા માટે રૂપ, રંગ, ઓપ આપવાનું શરૂ કર્યું. અનેક પ્રક્રિયામાંથી પસાર થયા પછી જે પરિણામ આવ્યું તે તમારા હાથમાં છે.
આમાં જે કાંઈ ઉત્તમ છે તે પૂર્વપુરુષોના વચનની નીપજ છે અને જે ઉણપ છે તે મારી પોતાની ઉપજ છે.
પૂર્વ પુરુષોના એ વચનો જેઓના ચરણે બેસીને પ્રાપ્ત થયાં તે પૂજયચરણ આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજનું પુણ્ય સ્મરણ સતત થતું રહ્યું છે. તેઓને માટે પેલા રાસની પંક્તિ સાર્થક થતી જોઈ છે.
જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહે જે સમતા રસ ભંડારો, જિણે ગુરુને નયણે નિરખ્યાં, ધન તેહનો અવતારો
તેઓની પરિણતિમાં જ્ઞાનનો પરિપાક થતો જોયો છે. મારા જીવનના ઉત્તમ અંશોનું પ્રકટીકરણ તેઓના સાનિધ્યમાં થયું છે. તેઓના સહવાસ દરમિયાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org