________________
અનુભવેલી સચ્ચાઇ અને પવિત્રતા એ મારા જીવનની મૂડી બની છે. પંડિત રૂપવિજયજી મહારાજ કહે છે તે બહુ સાચું છે - ‘જ્ઞાન જ્ઞાનીની સેવા કરતાં ચિરસંચિત અઘ જાય, પુણ્ય મહોદય કમળા વિમળા ઘટમાં પરગટ થાય.’
આવા કાળમાં આવા પુરુષોનું અવલંબન એ કવચ છે. એ જ પ્રમાણે પરોપકારી પૂજય આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ તથા પરમોપકારી પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર અને કૃપા મને સતત હૂંફ અને હામ આપતા રહ્યા છે. તેઓનું કૃપાછત્ર તે મારું સૌભાગ્ય છે.
આ પુસ્તકમાં તેઓશ્રીના પણ કૃપાપ્રસાદરૂપ બે શબ્દ સાંપડયા છે અને વર્તમાન સંધમાં જે પારમાર્થિક ચિંતકો છે તેમાં જેઓનું સ્થાન આગલી હરોળમાં છે તે વયોવૃધ્ધ, પર્યાયવૃધ્ધ અને જ્ઞાનવૃધ્ધ, આચાર્ય મ. શ્રી વિજયભદ્રંકરસૂરિજી મહારાજના નવપદ વિષયક મૌલિક ચિંતનનો લાભ પણ પુસ્તકને મળ્યો છે તેથી ચોપડી વધુ રળીયાત બની છે.
મારા વિચાર જગતમાં કેન્દ્રસ્થાને શાસનની પ્રીતિ રહી છે. લેખન વકતવ્યમાં મારો એક મુદ્રાલેખ રહ્યો છે.
બોલીયા બોલ તે હું ગણુ, સફળ, છે જો તુજ સાખ રે.
પ્રભુવચનની સાથે અનન્તર કે પરમ્પર પણ જેના મૂળ અડતાં હોય તે જ બોલવું લખવું ગમે છે. તે વિચાર, લેખન કે વકતવ્યનું પ્રેરક પ્રારંભબિન્દુ પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજના પ્રવત્તના સુખોપાય' એ ટંકશાળી વચન છે.
પુણ્યશ્લોક શ્રી ઉમાસ્વાતિજી મહારાજના પણ વચન પ્રાણ પૂરક છે ! “सर्वसुख मूलबीजं, सर्वार्थविनिश्चयप्रकाशकरम् । सर्वगुणसिद्धिसाधन - घनमर्हच्छासनं जयति" ।। મારા મુખમાંથી પણ સહજ ઉદ્ગાર સરે છે - ધન ધન શાસન જિન તણું, લળી લળી નમું નિતમેવ જેથી ઇહ ભવ ઊજળો, પરભવ સુખ સ્વયમેવ’
‘આવું અલૌકિક પ્રભુનું શાસન મને ગમ્યું, તેવું બધાને ગમી જાય, રૂચી જાય, બધા આત્મા શાસન પ્રેમના રંગથી રંગાઇ જાય તો કેવું સારૂં ?' આવા ભાવથી હૈયું નિરંતર રમમાણ રહે છે. અને અંતે રસકવિ શ્રી ઉદયરત્નજી મહારાજની કડી થોડા ફેરફાર સાથે લખી તેની નીચે સહી કરીને વિરમીશ.
નવપદ સરસ સબંધ મનોહર, વ્યાખ્યાન અંહિ સુણાયા ચતુરતણે કર ચઢસ્યું એ તવ લહસ્ય મૂલ્ય સવાયા.’
લીંબડી
માગસર વિંદ બીજ –સં. ૨૦૪૮
Jain Education International
પં. પ્રદ્યુમ્નવિજય ગણી.
For Private & Personal Use Only
www.jainelibrary.org