________________
(પહેલી આવૃત્તિમાંથી) અનન્તલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે
શ્રી શાન્તિનાથાય નમઃ
સમરતાં સુખ ઉપજે, આનંદ અંગ ન માય
(દાઠા જૈન મહાજનનું નિવેદન)
આજે અમારી ત્રણ-ત્રણ વરસની ભાવના ફળીભૂત થઈ છે. તેનો અમને ખૂબ ખૂબ આનંદ છે. પૂજય પંન્યાસજી શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજના પ્રવચનોનું પુસ્તક નવપદનાં પ્રવચનો' પ્રગટ કરતા અમે આનંદ અનુભવીએ છીએ. તેમાં પણ અમારા ખ્યાલ મુજબ પ્રાયઃ પૂજયશ્રીના પ્રવચનોનું આ પ્રથમ જ પુસ્તક છે તેથી અમે વિશેષ ગૌરવ અનુભવીએ છીએ. છેલ્લા ઘણા વર્ષોથી પૂજયશ્રીના ભકતો અને શ્રોતાઓ આ માટે માંગણી અને વિનંતી કરતા રહ્યા હતા પણ એક યા બીજા કારણોસર એ વાત ઠેલાતી રહેતી હતી. તે આટલા વર્ષે પ્રગટ થાય છે અને તેમાં અમે નિમિત્ત બની શકયા તેનો અનેરો આનંદ છે.
જે રીતે સામુદાયિક ઓળી અને તેના પ્રવચનો થયા તેથી અમારા ગામના ઘણા ભાવિકોને ભાવના થઈ. તે માટે પોતાને ભાવતી વસ્તુ અરે ! રોજીંદી વપરાશની ભાત કે દાળ જેવી ચીજો તેમણે છોડી દીધી. એના કારણે જ આજે આ શક્ય બન્યું છે.
જેના નિમિત્તે આ પુસ્તક તમારા કરકમળોમાં આવી શકયું છે તેની પૂર્વભૂમિકા જણાવવી જોઇએ.
અમારા ગામમાં બિરાજમાન, અમારા શિરચ્છત્ર સમાન, વિશ્વશાંતિકારક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૪૩ મી સાલગીરી મહા. સુદ- ૧૩ ને દિવસે દર વરસની જેમ ઉજવાઈ. પણ તેમાં વિશેષ પૂજય પંન્યાસજી મહારાજ સાહેબના માર્ગદર્શન અને પ્રેરણા મુજબ વિધિપૂર્વક સર્વ ઔષધિથી ૧૮ અભિષેક કર્યા. એ અભિષેક એવા શાસ્ત્રોકત રીતે થયા કે સંઘના દરેક ભાઈઓને તે વખતે ભાવના થઈ કે આ વખતે શાશ્વતી ઓળી આપણા ગામમાં સામુદાયિક કરાવીએ. તે માટે કોઈક યોગ્ય મહાપુરુષની નિશ્રા હોય તો પ્રસંગ દીપી ઊઠે. એવા વિચારથી શ્રી ચીમનભાઈ, શશિકાન્તભાઇ, શાંતિભાઈ શાહ, ભગતભાઈ વિ. પાલિતાણા કેશરિયાજી નગરમાં બિરાજમાન પૂજય પંન્યાસજી મહારાજને સામાન્ય વાત જણાવવા ગયા. તે પછી મહા વદ-પાંચમે દાઠા મહાજન વિનંતિ કરવા ગયું અને પૂજયશ્રીએ એકદમ સરળતાથી હા
પાડી, આ અમારા ભવ્યપ્રસંગની શુભ શરૂઆત થઈ. પૂજયશ્રીએ જેવી સરળતાથી * પધારવાની હા પાડી એવી સરળતાથી જ આખો પ્રસંગ પાર પડયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org