________________
પ્રવચન: ૯
જોઈતો લાગ મળી ગયો. ચંદના તો કમળનું ફૂલ. હજામને બોલાવી માથે મુંડન કરાવ્યું. હાથમાં બેડી નંખાવી નીચે ભોયરામાં પૂરી દીધી. ખાવા-પીવાનું કશું મળતું નથી. મનમાં નવકાર ગણે છે. પુરાણાં રાજમહેલનાં દિવસો યાદ આવે છે, ને આંખે આંસુ ઊભરાય છે. ધનાવહ શેઠ આવી ગયા છે. આવતાવેંત પૃચ્છા કરે છે, પણ મૂલા ગલ્લાં તલ્લાં કરે છે. જવાબમાં કહે છે, એ તો કયાંક રખડતી હશે. મને શી ખબર. પછીનો દિવસ એટલે ચોથો દિવસ, તે દિવસે તો જમવા ટાણે ધનાવહ શેઠ ન માન્યા, નોકર-ચાકરને પૂછયું, ચંદના કયાં છે ? કોણ બોલે. બધાને મૂલાએ ડારો દીધો હતો. પણ એક ઘરડી દાસીએ જોખમ લઇને પણ કહી દીધું ભોંયરામાં છે. ધનાવહ દાદરો ઉતરી ભોયરામાં દોડ્યા. અંધારામાં કશું દેખાય નહીં. દીવો કર્યો. કમાડ ખોલીને જુએ તો ચંદનાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસે છે. હાથે પગે બેડી છે. તેને ઉપાડીને બહાર ઓરડામાં ઊંબરા પાસે લઈ આવ્યા. ચંદનાનું પડી ગયેલું નીમાણું મોટું જોઇ ધનાવહને થયું કે આને પહેલા કાંઈપણ ખાવાનું આપવું જોઈએ. દાસીને કહ્યું, જે હોય તે લાવી આપ! મૂલાએ ચારે ખૂણા સરખા કરી મૂક્યા હતાં. છેવટે ઢોર માટેનાં અડદનાં બાકુળા મળ્યાં. પણ લેવાનું કામ નહીં. ભીંત ઉપર લટકતું સુપડું લીધું. સુપડામાં અડદનાં બાકુળા લાવીને શેઠને આપ્યા. શેઠે ચંદનાને આપ્યા. બેડી તોડાવવા લુહારને બોલાવવા પોતે જ ગયા. ચંદનાને મનોભાવ થયા કે કોઈ અતિથિ આવે તો આપીને ખાઉં. બસ ! આ વખતે જ પ્રભુ મહાવીર ભિક્ષા માટે પધાર્યા. પ્રભુએ જોયું તો ચારે અભિગ્રહ પૂર્ણ થયા હતાં. ભિક્ષા લેવા પ્રભુએ હાથ પસાર્યા. ચંદનાએ ભાવપૂર્વક અડદનાં બાકળા વહોરાવ્યા. તે જ વખતે પંચ દિવ્ય પ્રગટયા. દેવ દુંદુભિ ગડગડી. બેડી તૂટી ગઈ. વાળ નવા આવ્યા. સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. રાજા બોલ્યા, આ સોનૈયા ચંદનબાળાનાં છે. બીજા કોઈ લેશો નહીં.
સાંભળીને ચંદના બોલ્યા, આ મૂલા તો મારા પરમ ઉપકારિણી છે. તેને કોઈ દુઃખ દેશો નહીં. એમણે જો આવું ન કર્યું હોત તો પ્રભુનો લાભ મને કયાંથી મળત. કેવી વિધેયાત્મક દૃષ્ટિ છે! ઉપકાર કરનારને તો ઉપકારી બધા માને પણ અપકારીને ઉપકારી કોણ માને ! આવા વિરલા જ માને !
આ પ્રસંગે એક વાત કહેવી જરૂરી લાગે છે. કોણ જાણે, શાથી પણ એક વાત પ્રચલિત છે. કે પ્રભુ પધાર્યા અને ચંદનાની આંખમાં આંસુ ન દીઠા. અભિગ્રહ અધૂરો જણાયો અને પ્રભુ પાછા ફર્યા. પ્રભુને પાછા ફરતાં જોઇને ચંદનાને દુઃખ થયું અને આંસુ ઘસી આવ્યા. આંસુ આવેલા જોઇને અભિગ્રહ
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org