________________
નવપદનાં પ્રવચનો ચંદન બાળાજીના હાથે જે અડદના બાકુળાનું પારણું થયું તે અભિગ્રહવાળું તપ હતું. આ તપમાં દિવસની સંખ્યા પહેલેથી નકકી ન હોય. એટલે રોજ મધ્યાહ્ન સમયે ભિક્ષા માટે પ્રભુ નગરમાં પધારે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવથી એમ જે ચાર પ્રકારનો અભિગ્રહ હોય તે જુએ. જયાં એ ચારે પ્રકારનો અભિગ્રહ પૂર્ણ થાય ત્યાં ભિક્ષા સ્વીકારે. રોજ જ જવાનું. અભિગ્રહમાં એક નિયમ છે કે જે બનવાનું હોય, બની શકે તેમ હોય તેનો જ અભિગ્રહ લેવાનું સૂઝે. આપણને કયારેક એમ લાગે કે ગમે તેવો અભિગ્રહ લઈએ તો પૂર્ણ થાય? હા, પૂર્ણ થાય જ. પણ કયારે તે નકકી નહીં. તમારી પાસે ધીરજ જોઈએ. આ કાળમાં પણ આ બની શકે છે. બને છે. જેમ કે એક મુનિવરે એવો અભિગ્રહ લીધેલો કે મારે લીલું શાક ત્યાગ. કોઈ આઠ વર્ષની છોકરી રોતી રોતી ચપ્પાથી શાક વહોરાવે તો ખપે. કેવો વિચિત્ર લાગે તેવો અભિગ્રહ છે. આવો અભિગ્રહ પણ પૂર્ણ થયો. સાત વર્ષ પૂર્ણ થયો. પોતે ગોચરી તો જતાં જ. એમાં એક વાર મોડા જવાનું થયું. ઘરમાં બે જણા. મા અને દીકરી. મા ચોકડીમાં વાસણ માંજતા હતા. દીકરી નાની રીસાયેલી, નિશાળે જવાની ના પાડે. મા એ ઠપકો આપેલો. તેથી રડે. તેમાં મુનિ મહારાજે ધર્મલાભ કહ્યો. માના તો હાથ કાચા પાણીએ અડેલાં છે. દીકરી સિવાય કોઈ નથી. ઘરના બધાએ જમી લીધું છે. એટલે બીજું કાંઈ નથી. માત્ર થોડું શાક છે. તે હોરાવવાનું કહ્યું. હોરાવવા ચમચી નથી. જે હતી તે માંજવામાં છે. એટલે બાજુમાં પડેલું ચપ્પ લીધું, ચપ્પા વડે હોરાવે છે. આ રીતે અચાનક જ મુનિ મહારાજનો સાત વર્ષે અભિગ્રહ પૂર્ણ થયો.
પ્રભુને પણ અભિગ્રહ છે. તે દુષ્કર છે. દ્રવ્યથી સૂપડામાં અડદના બાકુળા, ક્ષેત્રથી એક પગ ઊંબરાની બહાર અને એક પગ ઊંબરાની અંદર. કાળથી બધા ભિક્ષાચરી ભિક્ષા લઈ ગયા હોય. ભાવથી રાજપુત્રી, દાસી બનેલી, માથે મુંડન કરેલી, હાથે પગે બેડી, અને આંખે આંસુની ધાર હોય. આવો અભિગ્રહ હતો. પ્રભુ રોજ ભિક્ષા માટે નગરમાં પધારે છે. નગરનાં યોગ્ય ભકિતવંત શ્રાવક-શ્રાવિકા પ્રભુને શેનો અભિગ્રહ હશે? કયારે પૂર્ણ થશે? એવી ચિંતા કરે છે. અભિગ્રહ પૂર્ણ ન થાય એટલે એક પહોર વીતે એટલે પાછાં ગામ બહાર જઈ કાઉસ્સગ્નમાં લીન બની જાય. આમને આમ પાંચ માસ અને પચ્ચીસ દિવસ વીતે છે. છવ્વીસમા દિવસે જ આ ઘટના બને છે.
આ બાજુ ધનાવહ શેઠને ત્યાં રાજપુત્રી ચંદના પ્રત્યે મૂલા શેઠાણીને રોષ વધ્યો છે. હેરાન કરવા મોકો શોધે છે. એમાં ધનાવહ શેઠ બહારગામ ગયા છે.
૧૦૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org