________________
પ્રવચનઃ ૮
પણ જીવ કરતાં પણ વ્રત વધારે વહાલું છે.
प्राणान्स्त्यजति धर्मार्थे न धर्म प्राणसंकटे ધર્મ કાજે ત્યજે પ્રાણ ન ઘર્મ પ્રાણસંકટ દશવૈકાલિકમાં એક ગાથા છે.
जस्सेव मप्पा हु हविज्ज निच्छिओ चईज्ज देहं न हुं धम्म सासणं तं तारिसं नो पईलंति इंदिया
उविंति वाया व सुदंसणं गिरं ॥ આત્મા થયો નિશ્ચિત જેહનો કે, ત્યજીશ હું દેહ ન ઘર્મશાસન, તેને ચળાવી નવિ ઈદ્રિયો શકે, ઝંઝાનિલો મેરૂ મહાદ્રિને યથા. (ઉ.જો.)
આ સાતસો શિષ્યોનો અફર નિર્ધાર હતો. પ્રાણના ભોગે પણ વ્રત પાળવું છે. કોઈ જ ન મળ્યાં અને તરસ જીવલેણ લાગી એટલે બધાંએ જ સાથે ગંગા નદીના વિશાળ તટ પર ધગધગતી રેતીમાં
ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि કરી લીધું.
પ્રભુ મહાવીરને પ્રણામ કર્યા. ગુરુ અંબડને સંભાર્યા. આત્મ સાક્ષીએ મહાવ્રત સ્વીકાર્યા અને શુભભાવથી સમાધિપૂર્વક કાળધર્મ પામી પાંચમા - દેવલોક - બ્રહ્મલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ચારિત્ર ધર્મની દ્રઢતાનું આ કેવું જવલંત ઉદાહરણ છે. વ્રતની અડગતાથી હસતાં હસતાં દેહને મૂકવો એ જીવનની ધન્યતા છે. પ્રભુનાં શાસનમાં ચારિત્રધર્મ તપો ધર્મથી, સંકલિત જ હોય છે. એ તપ કેટલા પ્રકારનો, તેનું લક્ષણ શું? વગેરે બાબતો અગ્રે અધિકાર વર્તમાન જોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org