________________
પ્રવચન-૧ ધન ધન શ્રી અરિહંતને.......... ધન ધન શ્રી અરિહંતને રે જેણે ઓળખાવ્યો લોક સલૂણા
તે પ્રભુની પૂજા વિના રે જનમ ગમાવ્યો ફોક સલૂણા આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા અને તેઓએ સ્થાપેલ એકાંત હિતકર આ લોકોત્તર જિનશાસનને પ્રાપ્ત કરેલા જીવો અરિહંતનું સ્વરૂપ ઓળખે તો એના પ્રત્યે રાગ પ્રગટયા વિના રહે નહિ અને તેના ફળસ્વરૂપે સંસારપ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યા વિના રહે નહિ.
જગતમાં તમામે તમામ માણસોને ગુણ પ્રત્યે પક્ષપાત હોય છે. કોઈપણ માણસ ગુણની નિંદા નહિ કરે. તમે કોઈને પણ કહો કે એક માણસે ગરીબને પોતાના વસ્ત્ર અને ભોજન વગેરે આપ્યું. આવો કિસ્સો સાંભળ્યા પછી તેણે કેવું કાર્ય કર્યું? એમ પૂછે તો સારું કર્યું એવો જવાબ મળે છે. "ખરેખર ગુણને સર્વત્ર આવકાર મળે છે. ભલે વ્યક્તિ કોઈપણ હોય, પરંતુ સરળતા - સંતોષ - નિરભિમાનવૃત્તિ અને ઈન્દ્રિયવિજય આ ગુણો જરૂર આવકાર્ય બને છે. આવા બધા સર્વ ગુણો કોઈ એક જ વ્યકિતમાં જોવા હોય તો તે અરિહંત પરમાત્મામાં જ જોવા મળે છે. સકલ ગુણોથી યુકત અને સકલ દોષોથી મુક્ત જો કોઈ હોય તો તે અરિહંત પરમાત્મા છે. એક એક ગુણવાળા જુદા જુદા માણસો મળે છે. પણ સકલ ગુણો એક જ વ્યક્તિમાં સ્થિર થયા હોય તો તે અરિહંત પરમાત્મા છે. તેમના ગુણો ગાતાં ગાતાં જીવન પૂર્ણ થઈ જાય પણ ગુણો પૂર્ણ ન થાય.
જિનગુણ અનંત અનંત છે, વાચક્રમ મિત દિહ" વાણી ક્રમવર્તિની છે. કે પછી જ ખ બોલાય છે અને આયુષ્ય પરિમિત છે. વીવઃ મવર્તિત્વાન્ આયુષણાત્વત્ /આવા ગુણની પરાકાષ્ઠાથી જ શકિત પ્રગટે છે અને શકિતનો સ્રોત ગુણ દ્વારા જ મળે છે. ગુણના પ્રભાવે પુણ્ય પણ પરાકાષ્ઠાનું બને છે. બધું જ કરવાનું સામર્થ્ય તે શકિત, અને બધું જ અનુકૂળ બની જાય તે પુણ્ય. આપણને આ શક્તિ અને પુણ્યનું આકર્ષણ છે. પણ તેનું મૂળ કારણ ગુણનું આકર્ષણ નથી. એ શક્તિ અને એ પુણ્યનો મૂળસ્રોત ગુણ છે. અરિહંતોનું લોકોત્તર પુણ્ય છે. એના જેવું પુણ્ય કોઇનું નથી. "જન્મથી વર ચાર, કર્મનાશે અગીયાર. ઓગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર. સવિ ચોત્રીસ ધાર, પુણ્યના એ પ્રકાર”. કેવા દિવ્ય અતિશયો, પવન મંદ, શીતળ અને સુગંધી હોય, પગ મૂકે
Jain Education International
For Private & Personal Use Only For Prii
www.jainelibrary.org