________________
નવપદનાં પ્રવચનો ત્યાં સુવર્ણ કમળ હોય, આવું પરમ ઐશ્વર્ય ગુણમાંથી આવે છે. એ ક્યો ગુણ છે? એ ગુણનું નામ પરોપકાર છે. આવો એક ગુણ ઉત્કૃષ્ટ કક્ષાએ કેળવાય તો તેની પાછળ બીજા ઘણાં ગુણો આવી જાય છે. 5 સાય સર્વ સાધ હૈ
આ પરોપકાર ગુણ પરમાત્મા તીર્થંકર દેવનો એવો વિકસ્યો હતો કે તેઓના જન્મ-દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક વખતે
"સાતે નરક થયા અજવાળા થાવરને પણ સુખકારી”
સાતે નરકમાં ક્રમવાર અજવાળાં પથરાય છે. પહેલી નરકમાં સૂર્ય જેવું અજવાળું, બીજી નરકમાં વાદળ ઢાંકયા સૂર્ય જેવો પ્રકાશ, ત્રીજી નરકમાં શરદ પૂનમના ચંદ્ર જેવું અજવાળું, ચોથી નરકમાં વાદળ ઢાંકયા ચંદ્ર જેવો પ્રકાશ, પાંચમી નરકમાં ગ્રહ જેવું, છઠ્ઠી નરકે નક્ષત્ર જેવું અજવાળું અને સાતમી નરકે તારા જેવું અજવાળું હોય. જયારે અજવાળું થાય ત્યારે નરકનાં જીવો હર્ષ પામે છે. એ બે ઘડી સુધી ક્ષેત્ર વેદના ઉપશમે છે. પરમાધામીની વેદના પણ તેટલો સમય શમી જાય છે. એટલું જ નહિ એ બે ઘડી સુધીના સમયમાં પ્રભુનાં પ્રભાવે કોઈ નારકનો જીવ આયુષ્યનો બંધ પાડે તો તે તિર્યંચ ગતિનું ન પાડે. 'પણ મનુષ્યભવનું આયુ બાંધે. તે જ રીતે તિર્યંચગતિના જીવ આયુ બાંધે તો મનુષ્યનું આયુ બાંધે તેમજ દેવનું આયુષ્ય બાંધે નરક અથવા તિર્યંચનું ન બાંધે. મનુષ્ય જો આયુષ્ય બાંધે તો દેવલોકનું અથવા મનુષ્ય ગતિનું આયુ બાંધે. ટૂંકમાં તમામ જીવો સદ્ગતિનું આયુષ્ય બાંધે દુર્ગતિનું ન બાંધે આવો અરિહંત પરમાત્માનો પ્રભાવ હોય છે. મૂળ તો તેમનો આ પરોપકાર ગુણનો પ્રભાવ છે.
પરોપકારથી એવું તો ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જે આત્માને તેઓના જન્મ-કલ્યાણક ઉજવવાનો લાભ મળે તે પોતાની જાતને ધન્ય માને, કૃતકૃત્ય માને. આ અવસર્પિણીના ચોવીસ તીર્થંકર પરમાત્માના જન્મકલ્યાણક મેરુ પર્વત ઉપર ઉજવાયા પણ તેમાં એક ભગવાનનાં જન્મ કલ્યાણક વખતે ઇન્દ્ર મહારાજા અતિ હર્ષવિભોર બન્યા હતા. બોલો તે કયા ભગવાન?
સભા : મહાવીરસ્વામિ ભગવાન. ના. અજિતનાથ ભગવાન.
કેમ ? ખબર છે ? શ્રી ઋષભદેવ ભગવાન અને શ્રી અજિતનાથ ભગવાનની વચ્ચેનું અંતરું કેટલું?
૫૦ લાખ ક્રોડ સાગરોપમનું. એક ઇન્દ્ર મહારાજાનું આયુષ્ય બે સાગરોપમનું એટલે એટલા કાળમાં ૨૫ લાખ ક્રોડ ઈન્દ્ર થઈ ગયા તે બધાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org