________________
પ્રવચન : ૧
પ્રભુના કલ્યાણકો ઉજવવાનો લ્હાવો મળ્યો હોય પણ જે સૌધર્મેન્દ્રમહારાજા છે તેઓ ભરતક્ષેત્રના અધિપતિ કહેવાય છે. તેઓનાં ક્ષેત્રમાં થયેલા તીર્થંકર ભગવાનના કલ્યાણક ઉજવવાનો લાભ તેમને ન મળ્યો એટલે જયારે અજિતનાથ ભગવાનના જન્મ કલ્યાણક ઉજવવાનો અવસર મળ્યો એટલે એ ઇન્દ્ર મહારાજા હર્ષવિભોર બન્યા. કે હું કેવો ભાગ્યશાળી કે શ્રી અજિતનાથ પ્રભુ જમ્યા ત્યારે જ હું ઇન્દ્ર બન્યો આ લાભ મને મળ્યો.
આપણને પણ આવો રોમાંચ-વિસ્મય પ્રભુની ભક્તિ કરતાં થવો જોઈએ. ઈન્દ્રમહારાજા આવી પ્રભુભકિત કરીને સમ્યકત્વને નિર્મળ કરતાં હોય છે. આવું પુણ્ય પરોપકાર નામનાં ગુણથી ઉત્પન્ન થાય છે.
આવો પરોપકાર ગુણ અરિહંતો અનેક ભવોથી કેળવતાં આવ્યા છે. ઉમાસ્વાતિજી મહારાજ કહે છે –
यः शुभकर्मासेवन-भावितभावो भवेष्वनेकेषु । અનેકભવોથી પરોપકારના ભાવથી આત્માને ભાવિત કરતાં કરતાં તેઓ તીર્થકર થાય છે. તેમને જાતનો વિચાર નથી હોતો જગતનો જ વિચાર આવે છે. ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રમાં નેમિનાથ ભગવાનના પૂર્વ ભવોનું વર્ણન છે. તેમાં દરેક ભવમાં તેઓ પરોપકારની એક પણ તક જતી નથી કરતાં. આકરામાં આકરા કષ્ટ વેઠીને બીજાને સુખી કરવાં કૂદી પડે છે અને સતત દ્રવ્ય અને ભાવપ્રાણ ઉપર ઉપકાર કરે છે.
કોઇની પાસે કપડાં ન હોય અને સારા કપડાં આપે તે એક ઉપકાર અને રોગથી ઘેરાયેલો હોય તેને દવા વગેરે દ્વારા આરોગ્ય અપાવે તો તે બીજો ઉપકાર તેમાં બીજો ચઢી જાય છે. આરોગ્ય સારું ન હોય તો વસ્ત્ર-અલંકાર અકારા લાગે છે.... નકામા જણાય છે. બીજી વ્યકિતએ કપડાં અને દવા બંને આપ્યા તેમાં કપડાં તુરત જ દેખાય છે. કારણ કે સ્થૂલ છે. પણ આરોગ્ય તો એને પોતાને અનુભવ થાય ત્યારે જ માલુમ પડે છે. કારણ કે તે સુક્ષ્મ છે. હવે આરોગ્ય આપ્યા પછી સદ્ગદ્ધિ આપે પછી સધર્મ આપે તો કેટલો મોટો ઉપકાર થયો. બસ, પરમાત્માએ ધર્મ સ્થાપીને જે ઉપકાર કર્યો એ આવો સૂક્ષ્મ છે. સ્થાયી છે અને સુખની પરંપરા સર્જનારો છે.
ધર્મને સમર્પિત થયેલાને ધર્મ બધું જ આપે છે. એ આપણને પ્રિય હોય કે નહીં, પણ એને આપણે તો પ્રિય છીએ જ. તેની સાબિતી એ છે કે જે આપણને પ્રિય લાગે તેને આપણે આપણી પ્રિય ચીજ આપી દઈએ. પ્રભુને આપણે પ્રિય છીએ એટલે તેની પ્રિયમાં પ્રિય ચીજ તીર્થંકરપદ તે પણ આપવા તૈયાર છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org