________________
પ્રવચનઃ ૩
તું તો પાઠકપદ મન ઘર હો... રંગીલે જીઉરા.
શ્રી નવપદજી મહારાજની આરાધનાના દિવસો સુખપૂર્વક પસાર થઇ રહ્યા છે. જોતજોતામાં આજે ચોથો દિવસ તો આવી પહોંચ્યો. કહેવાય છે ને, “સાંકડા ભાઈ પર્વના દા'ડા.” આજની આરાધના ઘણી મહાન છે. આ એક એવા તત્ત્વની આરાધના છે જેની આપણા જીવનમાં આજે અતિ આવશ્યકતા છે.
ઉપાધ્યાય પદધારક પુરુષો જ્ઞાનના ખજાનચી હોય છે. પ્રભુશાસનમાં તેઓનું સ્થાન યુવરાજનું છે. તેઓ સદા પ્રસન્ન હોય છે. હરિયાળી પ્રસન્ન હોય છે. તેનો વર્ણ જેમ લીલો તેમ ઉપાધ્યાયજી ભગવંતનો વર્ણ પણ લીલો હોય છે. લીલી-લીલી વનરાજીની એ ખૂબી હોય છે કે તે સ્વયં પ્રસન્ન-પ્રસન્ન હોય છે અને જે તેની પાસે આવે, તેને નિહાળે તેને પણ પ્રસન્ન કરે, શીતળ કરે, શાંત કરે. જે ક્ષણે આપણે ઉપાધ્યાયજી મહારાજનું લીલાવર્ણથી ધ્યાન કરીએ કે લીલીયાળાથી “નમો ઉવજઝાયાણં' પદનો જાપ કરીએ તે જ ક્ષણે તેઓ પોતાનામાં રહેલા જ્ઞાનગુણનો આપણામાં વિનિયોગ કરે છે. આ વિનિયોગ એટલે વિનયન. એ જ એમનો ગુણ છે. - આપણે ત્યાં ગમે તે કારણથી ઉપાધ્યાયજી મહારાજમાં વિનય ગુણની વાત છે.
મારગદેશક અવિનાશીપણું આચાર વિનય સંકેત છે, સહાયપણું ઘરતાં સાધુજી નમીયે એહિ જ હેતે.”
આ કડીમાં પૂજય પદ્મવિજયજી મહારાજે પણ વિનય શબ્દ પ્રયોજયો છે. પણ આવશ્યક નિર્યુક્તિ ની ૯૦૩મી ગાથામાં વિવિયા શબ્દ છે. અને તે જ સાર્થક છે. તેમ જ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના વિવરણમાં શ્રી અભયદેવસૂરિજી મહારાજે પણ આવું જ વિવેચન કર્યું છે. ત્યાં જે અક્ષર મળે છે તે અગત્યના છે.
नमस्यता चैषां सुसंप्रदायातजिनवचनाध्यापनतो विनयनेन મળ્યાનામુપારિત્નાલિતિ | આ વિનયન એટલે પોતાની પાસે જે છે તેનું અન્યમાં પ્રત્યારોપણ કરવું. આ અર્થ બહુ જ સંગત છે. “વિનયન” શબ્દ અને તેનો અર્થ આપણે ત્યાં અપરિચિત કે અલ્પપરિચિત છે. જયારે વિનય શબ્દ અતિપરિચિત છે તેથી આમ બન્યું હશે. બાકી ઉપાધ્યાયજી મહારાજનો વિનય ભવ્ય જીવો પર ઉપકારક કે જ્ઞાનદાન ભવ્યજીવો પર ઉપકારક?
Jain Education International
For Private & Personal Use Only
www.jainel36y.org