________________
પ્રવચન: ૮
સામાયિક કરીને ચારિત્ર પદની આરાધના કરે. પ્રભુનાં ધર્મની આરાધના સામાયિકથી શરૂ થાય છે. પ્રભુને કેવળજ્ઞાન તો વૈશાખ સુદ દશમે થઈ ગયું. ક્ષણવાર દેશના પણ દીધી, તો યે તીર્થ ન સ્થપાયું. શાસન ન સ્થપાયું. શાસન તો ત્યારેજ સ્થપાયું કે જયારે કોઈકે વિરતિધર્મનો સ્વીકાર કર્યો. વિરતિથી ધર્મની શરૂઆત થાય છે. તે માટે પહેલાં અવિરતિ ખૂંચવી જોઇએ. જેટલી અવિરતિ વધુ ખેંચે તેટલું સમ્યગુ દર્શન નિર્મળ સમજવું. અવિરતિને કાઢવા ને વિરતિને લાવવાનાં સંસ્કાર શ્રાવક કુળમાં જ લાવી શકાય તેમ છે. શ્રાવકનાં કુળમાં વિરતિની જ વાતો થતી હોય. વિરતિધર થવાની હોડ બકાતી હોય.
આ કાળની એક વાત છે. છાણી, કપડવંજ, રાધનપુર, ઝીંઝુવાડા આ બધા દીક્ષાની ખાણ જેવા ક્ષેત્ર છે. ઝીંઝુવાડાની એક વાત છે. એક નાની પs વર્ષની ઉમરનો છોકરો. વિરતિ લેવાના-દીક્ષા લેવાના કેવા ભાવ મનમાં સ્થિર થયા હશે ! ઉમ્મર નાની એટલે કયારેક કયારેક રીસાય, ખાવા ન બેસે, ન બોલે મોઢું ચઢાવીને ફરે, ત્યારે ત્યારે તેને ડર બતાવવા શું કહેતા ખબર છે? તેના માતા પિતા કહે કે ચાલ જમવા બેસી જા નહીંતર સગપણ કરી દઈશું. પેલો છોકરો તુરત પગ પછાડતો ના...ના.... એમ કહીને જમવા બેસી જાય. તેને દીક્ષા જ લેવી હતી. તેથી સગપણ શબ્દથી પણ આટલો ડરતો હતો. હવે તમે તમારા ઘરનો વિચાર કરો. તમારા દીકરાને સગપણનો ડર લાગે કે દીક્ષા શબ્દનો ડર લાગે ? શ્રાવકનાં કુળમાં આ સહજ હતું. શ્રાવકનો એવો મનોરથ હોય કે ઘરમાં જનમ્યો ખરો. પણ ઘરમાં મરીશ નહી. મરીશ તો ઉપાશ્રયમાં જ શ્રાવક માટે શબ્દ છે શ્રમણોપાસક. પણ તે સંસારનો રસિયો બનીને આજે તો વૈશ્રમણોપાસક – (વૈશ્રમણનો અર્થ કુબેર થાય છે.) કુબેરનો-ધનનો ઉપાસક બની ગયો છે.
કમસે કમ તમે વિકલ્પ તો ઊભો રાખો. જેમ મેટ્રીક પછી દીકરાને કહોને કે કઈ લાઇન લેવી છે. કોમર્સ, સાયન્સ, કે આર્ટસ? એ જેમ વિકલ્પ છે. તેમ દીક્ષા લેવી છે કે સંસાર માંડવો છે? એમ પૂછો છો?
સભા સાહેબ અમારામાં હોય તો અમે પૂછીએને.
તો લાવોને. આ સાંભળી સાંભળીને શું કરવાનું છે. સંસારના મટીને શાસનના બનવાનું છે.
ગુરુ મહારાજને વંદન કરતાં વેદના થવી જોઈએ કે આપ તરી ગયા ને હું રહી ગયો. શ્રીપાળ ને છેલ્લે સુધી આ ભાવ હતો કે મને બધું મળ્યું પણ ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org