________________
નવપદનાં પ્રવચનો
સંયમ કબહી મિલે સસનેહી પ્યારા...
શ્રી નવપદની ઓળીની આરાધના ચાલે છે. એક પછી એક દિવસ વીતે છે. ને આરાધનાનું ભાતું ભરાય છે. જિન શાસનમાં આરાધનાનાં ક્રમની પાછળ પણ ચોકકસ હેતુ છે. શ્રદ્ધા, ભાસન, રમણતા આ ક્રમ છે. સમ્યક્ દર્શન એ શ્રધ્ધા સ્વરૂપ છે. જેની શ્રધ્ધા થાય તે ચીજ શ્રધ્ધાના ચરમ બિંદુએ ભાસવા લાગે અને જે ચીજ પ્રત્યક્ષ ભાસી ગઇ તેમાંજ રમણતા પ્રગટે. એ રમણતાની આદિ ખરી પણ અંત નથી.
સ્વભાવમાં-સ્વરૂપમાં સ્થિરતા એ નિશ્ચય ચારિત્ર છે. પાત્રિં સ્થિરતારુપમ્ ગત સિધ્ધચપીયતે આવા ચારિત્રને સાધ્યચારિત્ર કહ્યું છે અને એને પ્રાપ્ત કરાવનાર તે સાધન ચારિત્ર છે. એટલે કે વ્યવહાર ચારિત્ર છે. આ વ્યવહાર ચારિત્રનાં બે ભેદ છે. એક સર્વવિરતિ બીજુ દેશ વિરતિ પહેલું સાધુ ભગવંતો પાળે છે તે અને બીજું શ્રમણોપાસક શ્રાવકો પાળે છે તે. આ વ્યવહાર ચારિત્ર પ્રવૃત્તિ સ્વરૂપ છે. જયારે નિશ્ચય ચારિત્ર નિવૃત્તિ સ્વરૂપ છે. આ નિવૃત્તિ સ્વરૂપ ચારિત્રને પામવા પ્રવૃત્તિ સ્વરૂપ ચારિત્ર પાળવાનું હોય છે. જ્ઞ પરિજ્ઞાથી જે જાણ્યું તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યજવાનું છે. આમ તો બિન જરૂરી ત્યજીને જરૂરી મેળવવાનું હોય છે. પાકું છોડીને પોતીકું પામવાનું હોય છે. એટલેજ ચારિત્રને સ્વસુખની ઉપલબ્ધિ કહેવાય છે. આ ચારિત્ર ધર્મ પ્રત્યેનો અનુરાગ કેળવવા માટે જ તેની સિત્તેર ભેદે આરાધના કરવાની છે. (૭૦) સિત્તેર લોગસ્સનો કાઉસ્સગ્ગ (૭૦) સિત્તેર ખમાસમણા (૭૦) સિત્તેર સાથીયા અને ઓં Ē નમો ચરિત્તસ્સ એ પદની ૨૦ માળા.
આ આરાધના ચારિત્રનાં રાગને દ્રઢ કરનાર બને છે. તે આ દિવસોમાં જ શકય બને છે. આપણાં આત્માનાં આવરણોને ખસેડવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ પાંચ ચીજ કારણભૂત છે. તેમાં કાળ તરીકે પર્યુષણાના દિવસોની જેમ આ ચૈત્રી અને આસોની ઓળીનાં દિવસો પણ સહાયભૂત છે.
-
જઘન્યમાં જધન્ય શ્રાવક જઘન્યથી પણ આ રત્નત્રયીની – દર્શન – જ્ઞાન – ચારિત્રની આરાધના નિત્ય કરનારો હોય. પરમાત્માનાં દર્શન, વંદન, પૂજન, દ્વારા સમ્યગ્ દર્શન પદની, ગુરુ મહારાજ પાસે નમન, વંદન કરી, જ્ઞાનની પૂજા કરવા દ્વારા અને ઓછામાં ઓછું અરધી ઘડી (૧૨ મિનીટ) પણ સ્વાધ્યાય કરવા દ્વારા જ્ઞાનપદની; અને ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચક્ખાણ કરીને કે
૯૦
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only