________________
નવપદનાં પ્રવચનો
“સામગ્રી સુખની લાખ હતી સ્વેચ્છાએ જેણે ત્યાગી” જીવન તપ-સંયમમય બનાવી દીધું. ના દેહતણી દરકાર કરે અઘરા તપને આચરતાં એવા તપસ્વી બન્યા. આવી સાધુતા એજ તો માનવજીવનનો સાર છે. “આયુષ્યનું અમૃત સાધુતા છે. “ એવી સાધના કરી આત્મકલ્યાણ સાધ્યું.
તેમના દીકરા પ્રસન્નચન્દ્ર રાજષિના જીવનમાં વાળ વિનાના મસ્તકે કેવો ભાગ ભજવ્યો ! તેઓ સમવસરણમાં હાથ ઊંચા કરી, પગ ઉપર પગ ચઢાવી સૂરજ સામે દૃષ્ટિ લગાવીને ધ્યાન કરતા હતા. ત્યાંથી જ શ્રેણિક રાજાની સવારી પસાર થતી હતી. તેમાંથી જેણે જેણે જોયા તેઓ પોતાની રીતે બોલતા હતા. કોઈકે અનુમોદના કરી તો કોઈકે કહ્યું કે જોયું, નાના છોકરાને મૂકીને નીકળી ગયા અને છોકરાની સામે તો શત્રુરાજા ચઢી આવ્યો છે. બસ ! આ શબ્દો કાનમાં પડયા ને શાંતસરોવરમાં કાંકરી પડે ને વમળો રચાય તેમ જ બન્યું. મનમાં ને મનમાં યુદ્ધ શરુ થઈ ગયું. પોતે બધું જ વિસરી ગયા. સમવસરણ ભૂમિને બદલે સંગ્રામભૂમિમાં પહોંચી ગયા. સામસામું યુદ્ધ મંડાઈ ગયું. શત્રુ રાજાની સામે શસ્ત્રો ફેંકવા લાગ્યા. બધા શસ્ત્રો ખલાસ થઈ ગયા. છેલ્લે મુગુટ રહ્યો તે ફેંકવા માથા ઉપર હાથ ગયો. વાળ વિનાના માથા ઉપર હાથ ગયો ને ચોંક્યા. ચમકયા. ખ્યાલ આવ્યો કે ઓહ! હું તો શ્રમણ છું. મેં દીક્ષા લીધી છે. આ શું ? મેં તો કેવું આર્ત-રૌદ્રધ્યાન કર્યું. જેટલા વેગથી તેઓ દુર્મતિ તરફ-દુર્ગતિ તરફ આગળ વધ્યા હતા તેટલાજ વેગથી પાછા ફર્યા અને એ જ ભાવમાં આગળ વધતાં કેવળજ્ઞાન પામ્યા. તેમના પિતાએ વાળ જોઈને બાહ્ય સંસાર છોડયો અને તેઓએ વાળ વિનાનું માથું જોઈ આવ્યંતર સંસાર છોડયો. છૂટી ગયો. આવો ભવ્ય પ્રભાવ દ્રવ્યવેષનો છે.
શ્રયણજીવન એટલે છઠ્ઠા ગુણસ્થાનકની સ્પર્શના. છઠ્ઠા ગુણસ્થાનકની સ્પર્શના એટલે સંસાર અટવીનો છેડો. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે –
"છઠું ગુણઠાણું ભવઅડવી ઉલ્લંઘણ જેણે લહીયું તાસ સોભાગ સકલ મુખ એકે કિમ કરી જાયે કહીયું ઘન તે મુનિવરા રે જે ચાલે સમભાવે.”
પ૯ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org