________________
છે. નવપદોમાં અરિહંત અને સિદ્ધ એ બે દેવ છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ઘર્મરૂપ છે.
આ નવપદની બાહ્ય-વ્યવહાર આરાધનાથી અત્યંતર પોતાનાં નવપદો, અથવા પોતાનું દેવ, ગુરુ અને ધર્મ સ્વરૂપ પ્રગટે છે.
આ રીતે નવપદની આરાધના-સાધના કરવા માટે શાસ્ત્રોમાં નવપદનું ચક્ર બનાવવા સૂચવ્યું છે. તે જ મહામંત્ર રૂપ શ્રી સિદ્ધચક્ર યંત્ર છે, તેનું વિશદ વર્ણન શ્રી ઋષિમંડળ સ્તોત્રાદિમાં જણાવ્યું છે.
આટલું જાણ્યા પછી એ સમજાય કે હું આત્મા સ્વરૂપે નવપદરૂપ – અથવા દેવ-ગુરુ અને ધર્મ સ્વરૂપ છું, શાશ્વત, શુદ્ધ અને અનંત સુખમય છું, એ જ મારું સાચું સુખ છે, માટે મારે નવપદની આરાધના કરીને તે સુખ પ્રગટાવવું જોઈએ.
હવે નવપદોનો પરસ્પર સંબંધ અને તેની આરાધના માટેનો વિધિ એક રૂપકથી આ રીતે સમજી શકાય.
માનો કે એક વિદ્યાપીઠ, પાઠશાળા (ક કોલેજ છે), તો તેનો સ્થાપક હોય જ. તેમ અહીં મુકિત માટે શાસનરૂપી વિદ્યાપીઠના સ્થાપક પોતપોતાના કાળમાં શ્રી જિનેશ્વરો હોય છે, તે અહીં અરિહંત દેવ પહેલા પદે છે. બીજા પદમાં એ શાસનમાં સાધના કરીને પૂર્ણ બનેલા. ઉત્તીર્ણ (પાસ) થયેલા શુદ્ધ આત્માઓ તે સિદ્ધ ભગવંતો છે, ત્રીજા પદમાં એ સંસ્થા (શાસન)ની સંભાળ, સંચાલન કરનારા તે કાળના આચાર્ય ભગવંતો છે. ચોથા પદમાં તે સંસ્થામાં વિશિષ્ટ જ્ઞાન મેળવીને ભણાવનારા પાઠકો તે પૂ. ઉપાધ્યાય ભગવંતો છે અને પાંચમા પદમાં આ શાસન રૂપી. પાઠશાળામાં દાખલ થઈને ભણનારા તે પૂજય સાધુ ભગવંતો છે. એમ આ પાંચ પદો ગુણી છે, દેવ અને ગુરુ સ્થાને છે. તે પાંચને પરમેષ્ઠિ ભગવંતો કહ્યા છે.
તે પછી ત્રીજા ધર્મતત્ત્વમાં સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપ ગુણો છે. તેમાં છઠ્ઠા પદે – “આ શાસન - પાઠશાળા - વિદ્યાપીઠ એજ મારા હિતસ્વી છે, તેની આરાધના એજ સાચા સુખનો ઉપાય છે અને તેમાં જે જ્ઞાન મળે છે તે જ મારું સાચું ધન છે. આ શાસન સિવાય જગતમાં મારું કોઈ નથી” માટે મારે એનો પક્ષ કરીને તેમાં પ્રવેશ કરવો જ જોઈએ. એવી શ્રદ્ધા તે સમ્યગદર્શન છે, પછી હું સ્વરૂપે શુદ્ધ-સુખમય છું પણ જડ કમદિના બંધનથી હું દુ:ખી છું, એવું આત્મજ્ઞાન, રાગ-દ્વેષ વિષયો-કષાયો એ બધા મારા દોષો-રોગો છે, દુઃખી કરી રહ્યા છે, માટે મારે એ દોષોનો ત્યાગ કરવો જોઇએ, એવી સમજપૂર્વક, સ્વરૂપ પ્રગટાવવાના અને તે દોષોને ટાળવાના ઉપાયોને જાણવા, એ સાતમાં પદે સમ્યગૂ જ્ઞાન છે. તે પછી એ સાધના માટે આ શાસનરૂપી શાળામાં દાખલ થઈ તેના સર્વ નિયમોના પાલનપૂર્વક ભણવું, પ્રાણાંત કષ્ટ પણ, તેનાં નિયમોને પાળવા, ઉપાધ્યાયો, આચાર્ય ભગવંતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org