________________
શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ
પુરો વચનમ્
આ જગતમાં દરેક જીવો શરીર દ્વારા સંયોગ જન્ય સુખ-દુઃખનો અનુભવ કરે છે, તે શરીર જયારે સર્વપ્રકારે છૂટી જાય છે ત્યારે આત્મા સ્વતંત્ર બની પોતાનું સ્વભાવ જન્ય શાશ્વત સુખ પામે છે, અનુભવે છે. એ જ તેની મુકિત-મોક્ષ છે. જેમ તાવ ઊતરી ગયા પછી શરીરમાં શાતા અનુભવે છે, તેમ કર્મ અને તજજન્ય સંયોગો છૂટી જાય છે ત્યારે આત્મા પોતાના સ્વરૂપનું સ્વભાવજન્ય અનંતુ સુખ ભોગવે છે.
આ કારણે જ જૈનદર્શનમાં કર્મો અને શરીર - જન્મ મરણ વિગેરેથી મુકત થવા શ્રી નવપદની આરાધના કરવા જણાવ્યું છે. માટે પહેલાં આત્મા અને તેનાં સુખ-દુ:ખ વગેરે શું છે ? તે સમજીએ.
સમજયા વિનાની ક્રિયા અલ્પફળવાળી બને છે, શાસ્ત્રોમાં પણ જ્ઞાનપૂર્વકની ક્રિયાથી મોક્ષ મળે એમ કહ્યું છે. લોકવ્યવહારમાં પણ તે જ પ્રમાણે છે. ભીખ માગનારે પણ તે માટે નમ્રતા, પ્રાર્થના વગેરે શીખવું પડે છે. એ માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, દર્શન-શાન અને ચારિત્ર એ જ આત્મા છે અથવા તે ગુણવાળો સંત-સાધુના શરીરમાં રહેલો જીવ તે જ આત્મા છે.
આ જ્ઞાનાદિનું સ્વરૂપ જણાવતાં પણ કહ્યું છે કે અનાદિકાળથી દરેક જીવોની સાથે ખી૨-નીરની જેમ મળેલા મોહનો ત્યાગ કરવાથી આત્મા પોતે પોતાની મેળે પોતાનું દર્શન કરે છે. સ્વસ્વરૂપને જુવે છે, જાણે છે, તે જ તેનાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. સંસાર અને મોક્ષનું સ્વરૂપ જણાવતાં પણ કહ્યું છે –
કે કષાયો અને વિષયોથી પરવશ બનેલો જીવ, તે જ સંસાર છે અને તેનો વિજય મેળવી શુદ્ધ-સ્વતંત્ર બનેલો આત્મા એ જ મોક્ષ છે.
આ રીતે આત્માનું સ્વરૂપ જાણ્યા પછી સમજાશે કે શાસ્ત્રમાં જે દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરવા કહ્યું છે, તે તત્ત્વથી આત્માની જ આરાધના છે. એ રીતે કે કર્મમુકત પરમોચ્ચપદને પામેલો આત્મા એ જ તત્ત્વથી દેવ છે, તેને પ્રગટેલું કેવળ જ્ઞાન એ જ ગુરુ છે અને તેનું શુદ્ધ સ્વરૂપ એ જ ધર્મ છે.
જ
આ રીતે જેમ મુકત આત્મા દેવ-ગુરુ અને ધર્મ રૂપ છે તેમ સંસારવર્તી દરેક જીવો પણ પોતાના મૂળ શુદ્ધસ્વરૂપથી દેવ-ગુરુ અને ધર્મ સ્વરૂપ છે અને તેથી જ તે કર્માદિ બંધનનો નાશ કરીને મુકત બની શકે છે. જો જીવનું સ્વરૂપ આવું શુદ્ધ હોય જ નહિ, તો તે કેવી રીતે પ્રગટી શકે ? આ કર્મોથી અનાદિ કાળથી ઢંકાઇ ગયેલા પોતાના મૂળ (સત્તાગત) સ્વરૂપને પ્રગટાવવા માટે શાસ્ત્રમાં નવપદની આરાધના કરવા કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org