________________
ઉપધાનના તપને ક્રમ.
વપરાય છે, છૂટું વપરાતું નથી. લીલોતરી (લીલી વનસ્પતિ)નું શાક વપરાતું નથી. આખું ધાન પણ વપરાતું નથી. આ સિવાય બીજી હકીક્ત તેના અનુભવીથી જાણવા છે. આમાં પ્રાધાન્યપણું શાસ્ત્રોક્ત મર્યાદા સાચવવા સાથે પ્રવૃત્તિનું છે.
પ્રથમ ઉપધાન પ્રમાણે જ બીજા ઉપધાનમાં તપ કરાવવામાં આવે છે. ત્રીજુ ઉપધાન અને પાંચમું ઉપધાન જે ૩૫ અને ૨૮ દિવસનું છે તે છૂટા એકલા જ વહન કરી શકાય છે, પરંતુ તે પહેલાં બીજા ઉપધાન વહન કરનારા કેઈ થાય ત્યારે તેમની સાથે જ વહન કરવામાં આવે છે, તેથી તેમાં તપ પણ એકાંતર ઉપવાસની રીતે જ કરવો પડે છે. જે ખાસ તે જુદા વહેવામાં આવે તે ત્રીજા ઉપધાનમાં પ્રથમ ૩ ઉપવાસ અને પછી ૩૨ આયંબિલ એમ ૩૫ દિવસે ૧૯ ઉપવાસને તપ પૂર્ણ કરવામાં આવે છે, અને પાંચમા ઉપધાનમાં પ્રથમ ૩ ઉપવાસ અને ઉપર ૨૫ આયંબિલવડે ૧૫ ઉપવાસને તપ પૂર્ણ કરવામાં આવે છે. એથું ઉપધાન ચાર દિવસનું અને ચડ્યું હોવાથી તેને ચોકીયું કહેવામાં આવે છે. તેમાં પ્રથમ એક ઉપવાસ અને પછી ત્રણ આયંબિલ કરાવી રાા ઉપવાસનો તપ પૂર્ણ કરવામાં આવે છે. છઠ્ઠ ઉપધાન સાત દિવસનું છે, એ ઉપધાન છર્યું હોવાથી તેને છકીયું કહેવામાં આવે છે. તેમાં પ્રથમ અને પ્રાંત ઉપવાસ, અને વચ્ચે પાંચ આયંબિલ કરાવી આ ઉપવાસને તપ પૂર્ણ કરવામાં આવે છે. ચોથા ઉપધાનને ચોકીયું કહેવાય છે, તેના દિવસ ચાર છે,
* પાકાં કેળાં, પાકી કેરી, કરીને રસ, લીલું શ્રીફળ ઈત્યાદિ પણ વપરાતાં નથી.