________________
ઉપધાનના તપ સંબધી ક્રમમાં થયેલા ફેરફાર.
( ૭ )
છે ઉપધાન સાથે વહન કરવામાં કાળ વધારે જોઈએ, તેટલે વખત એક સાથે શ્રાવક-શ્રાવિકા સંસાર છેાડીને પોષધમાં રહેવાની સ્થિરતા કરી શકે નહીં; તેથી ત્રીજી અને પાંચમું ઉપધાન વહન કરવાનું પાછળ રાખી, બાકીના ચાર ઉપધાન જેવું એકદર પ્રમાણ ૪૭ દિવસનું થાય છે તે એક સાથે વહેવામાં આવે છે, અને તેને અંતે માળ પહેરવામાં આવે છે. આ માળ ઉપધાન વહનની સમાપ્તિસૂચક છે તે સંબ’ધી વિશેષ હકીકત માળારાપણુના પ્રસ'ગમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
એક સાથે વહેવાના ૪ ઉપધાના પૈકી ગાઢ કારણથી જો એક કે બે અઢારીયા એટલે પહેલુ ને બીજું ઉપધાન વહુન કરવામાં આવે તે, અથવા એક અઢારીયુ જ વહન કરવામાં આવે તે, ત્યારપછી બાર વર્ષની અંદર ફરીને ઉપધાન વહન કરે તે તે અઢારીયું લેખામાં ગણાય; ત્યાર પછી લેખામાં ન ગણાય. અને ચેાથું તથા છઠ્ઠું ઉપધાન વહન કર્યો પછી છ માસની અંદર માળ ન પહેરે તા એ એ ઉપધાન ખાર વર્ષની અંદર જ્યારે માળ પહેરે ત્યારે ફરીને વહેવા પડે.
આ ઉપધાન સંબધી તપ અગાઉ બીજી રીતે કરાવવામાં આવતા હતા, પરંતુ શારીરિક સ્થિતિ મંદ થવાના કારણથી હાલમાં પૂર્વાચાર્યોએ તપના ક્રમ ફેરફાર કરી દિવસેામાં વૃદ્ધિ કરીને ઉપર બતાવેલા ક્રમ ઠરાવેલા છે. ઢષ્ટાંત તરીકે અગાઉ પ્રથમ ઉપધાન ૧૬ દિવસે વહેવરાવતા હતા. તેમાં પ્રથમ ૧ ઉપવાસ, પછી ૮ આયંબિલ અને પછી ૩ ઉપવાસ કરાવતા હતા; એટલે ૧૨ ઉપવાસ પ્રમાણુ તપ થતા હતા. તે ક્રમ