________________
છ ઉપધાનના નામે, દિવસ, તપ વિ.
( ૫ )
હકીક્ત હોવાથી લખવામાં આવેલ નથી. માત્ર ઉપધાન વહન કરનાર તેમ જ કરવાની ઈચ્છાવાળાના હદયપટ ઉપર કેટલુંક અજવાળું પડે, અને કેટલીક બાબતમાં બહુ પૂછપરછ કરવાની જરૂર ન પડે, ક્રિયામાં સરલતા થાય, તેટલા માટે આ અ૫ પ્રયાસ કરવા ઈચછા કરી છે. આશા છે કે તે કેટલેક દરજજે ઉપયોગી થશે.
ઉપધાનની વિધિ જીતવ્યવહારને અનુસારે લખવામાં આવેલી છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં તે સંબંધી વિશેષ અધિકાર દષ્ટિગોચર થાય છે. ઉપધાન વહન કરાવવાના અધિકારી પણ શ્રી મહાનિશીથ સૂત્રના પેગ વહન કરવા અથવા ગણિ કે પન્યાસ થયા હોય તેવા મુનિ છે. તેમાં પણ જેમને શાસ્ત્રબોધ વિશેષ હોય, ક્રિયા કરવામાં પ્રવીણ હોય, શુદ્ધ અને પૂર્ણ ક્રિયા કરવાની રુચિવાળા હોય, તેનું રહસ્ય સમજતા હોય એવા મુનિ મહારાજ પાસે ઉપધાન વહન કરવા
ગ્ય છે, કે જેથી કરેલી ક્રિયા શુદ્ધ થવા સાથે તેને અંગે બીજા પણ અનેક લાભ લઈ શકે.
છ ઉપધાનના નામ, દિવસે, તપ વિગેરે. ઉપધાન ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં અથવા દેવવંદનમાં આધતા સૂત્રોના વહન કરાય છે, તેના મુખ્ય ૬ વિભાગો છે.
પ્રથમ ઉપધાન-પંચમંગળ મહાકૃતધ(નવકાર )નું.
બીજું ઉપધાન-પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઈરિયાવહી, તસ ઉત્તરી)નું.
ત્રીજું ઉપધાન-શસ્તવાધ્યયન(નમુઠુણું)નું,