________________
( ૪ )
ઉપધાન વિધિ.
ઇતિને નિરોધ થાય છે, કષાયને સંવર થાય છે, આ દિવસ સંવરકરણમાં જ નિગમે છે, દેવવંદનાદિવડે દેવભક્તિ અને ગુરુવંદનાદિવડે ગુરુભક્તિ થાય છે ઈત્યાદિ અનેક લા તેથી પ્રાપ્ત થાય છે. મનુષ્યની જિંદગીમાં અને શ્રાવકપણામાં આ કાળે કરી શકાય તેવી ધર્મકરણીમાં આ એક ઉચ્ચ પ્રતિની કરણું છે, તેના અધિકારી થવું એ પણ પૂરા ભાગ્યદયની નિશાની છે.
ઉપધાન વહનની આવશ્યકતાને અંગે પ્રારંભમાં આટલે નિર્દેશ કરી હવે ઉપધાન કયા કયા સૂત્રોના વહન કરવામાં આવે છે? તેના દિવસનું ને તપસ્યાનું પ્રમાણ કેટલું છે ? તેમાં વાચના કયારે કયારે લેવાય છે? તેને વિધિ શું છે? તેની અંદર એકાસનમાં કઈ કઈ વસ્તુ કેવી રીતે વપરાય છે? કઈ વસ્તુ વાપરવાને નિષેધ છે? કયા કયા કારણે આયણ આવે તેવા છે? ક્યા કયા કારણથી દિવસ પડે છે? દિવસ પડે એટલે શું? ઉપધાન વહન કરતાં દરરોજ શું શું ક્રિયાઓ કરવાની છે? કેટલા ઉપકરણે સ્ત્રીઓએ અને પુરુષોએ રાખવા પડે છે? આ સિવાય બીજી ઉપધાનને અંગે જાણવા યોગ્ય હકીકત શી શી છે? ઉપધાનમાંથી નીકળ્યા પછી ધાર્મિક વર્તનને અંગે શું શું કરવું પડે છે? ઈત્યાદિ બાબતે તેની વિધિઓ ઉપરથી તેમજ ગુરુમહારાજની સમીપેથી જાણીને આ નીચે બતાવવામાં આવેલ છે. તેની અંદર જે વિધિ ગુરુમહારાજે કરવાની છે–તેમનાથી જ કરાવી શકાય છે, સ્વત: કરાતી જ નથી, તે લખવામાં આવેલ નથી. તેમ જ કઈ બાબતની આયણ શું આવે? તે પણ ગુરુમહારાજને આધીન