________________
( ૨ ).
ઉપધાન વિધિ. સ્થિતિમાં રહેવું, અમુક સંખ્યામાં તેને નિરંતર જાપ કરે, અને ઉપધાન વહન કરાવવાની ચેગ્યતા ધરાવનારા મુનિરાજ પાસે તે તે સૂત્રોની વિધિપૂર્વક વાચના લેવી ઈત્યાદિ ક્રિયા કરવામાં આવે છે તેને ઉપધાન કહેવામાં આવે છે.
ઉપધાન શબ્દનો અર્થ. ૩પ એટલે સમીપે ધાન એટલે ધારણ કરવું. તાત્પર્ય કેજે તપસ્યા કરીને સુવિહિત ગુરુમહારાજની સમીપે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નમસ્કારાદિ સૂત્રોને ધારણ કરવા એટલે વાચના લેવી તે તપને ઉપધાન તપ કહે છે. અથવા મોક્ષની સમીપે આત્માને જે ધારણ કરે, એટલે મોક્ષમાર્ગ તરફ આત્માને અભિમુખ કરે; તે તપને ઉપધાન તપ કહે છે. અથવા જે તપસ્યાવડે આત્મા પુષ્ટિને પામે, એટલે કર્મની નિર્જરા થવાથી અને જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણે વિકસિત થવાથી આત્મા પુષ્ટ થાય તે તપને ઉપધાન તપ કહે છે. અથવા નમસ્કારાદિ સૂત્રને ભણવા તથા આરાધવા માટે આયંબિલ, ઉપવાસ, નવી વિગેરે તપસ્યા કરવી એ તપને ઉપધાન તપ કહે છે. અથવા જે તપસ્યાવડે નમસ્કારાદિ સૂત્રને સમીપમાં કરાય, વાચના લઈને આરાધી શકાય તે તપને ઉપધાન તપ કહે છે. અથવા વિધિપૂર્વક તપસ્યા કરીને ગુરુમહારાજની સમીપે જે નમસ્કારાદિ સૂત્રોની વાચના લઈ તે તે સૂત્રોને ભણવા, તેમનું મનન કરવું અને તેમને આરાધવા, વિગેરે જે કૃતવડે ચારિત્રની પુષ્ટિ થાય તે નમસ્કારાદિ શ્રતને ઉપધાન કહે છે. આવી રીતે સૂવકૃતાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આવશયક સૂત્ર અને પ્રવચનસારોદ્ધાર વિગેરે સિદ્ધાંત ગ્રન્થામાં ઉપધાનના ઘણા અર્થ કરેલા છે.