________________
( ૬ )
* .
ઉપધાન વિધિ. ચેથું ઉપધાન-યસ્તવાધ્યયન (અરિહંતચેઇયાણું, અશ્વત્થ સસિએણું )નું.
પાંચમું ઉપધાન-નામતવાધ્યયન( લેગસ્સ )નું.
છઠું ઉપધાન-શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન (પુખરવરદી અને સિદ્ધાણું બુદ્ધાણું-વૈયાવચગરાણું)નું.
આ છ ઉપધાન વહન કરવાના દિવસે અનુક્રમે ૧૮–૧૮ ૩૫-૪-૨૮-૭ એ પ્રમાણે કુલ મળીને ૧૧૦ થાય છે. છ ઉપધાનમાં તપ અનુક્રમે ૧૨-૧૨-૧૯ાા-રા-૧પ-ઉપવાસ પ્રમાણ કરવાનો છે. કુલ પ્રમાણ ૬૭ ઉપવાસનું થાય છે.
તિવિહાર કે ચોવિહાર ઉપવાસ કરે તે એક ઉપવાસ ગણાય છે. બે આયંબિલે એક ઉપવાસ ગણાય છે. ત્રણ નીવીએ એક ઉપવાસ ગણાય છે. ચાર એકાસણે એક ઉપવાસ ગણાય છે. આઠ પુરિમુદ્દે એક ઉપવાસ ગણાય છે એ પ્રમાણે બીજા નમુક્કારસહી વિગેરે તપને માટે પણ અમુક સંખ્યાએ એક ઉપવાસ ગણાય એ પ્રબંધ છે. અહીં ખાસ કરીને આયંબિલ, એકાશન ને પુરિમટ્ટ સંબંધી તપને જ સંબંધ હોવાથી તેનું પ્રમાણ ધ્યાનમાં રાખવાનું છે અને તે રીતે તપ પૂર્ણ કરવાનું છે. આ સમગ્ર તપ પૌષધ( અહેરાત્રિના)ની સાથે જ કરવાનો છે.
* ૪૫ નમુક્કારસહીએ, ૨૪ પિરિસીએ, ૧૮ સાપેરિસીએ, ૧૬ દુવિહાર પુરિમદ્રે, ૧૨ તિવિહાર પુરિમ, ૮ ચૌવિહાર પરિમદ્રે, ૧૦ તિવિહાર અવઢે, ૬ ચૌવિહાર અવે, ૮ બીયાસણ, ૪ એકાસણું, ૩ નવીએ, ૨ આયંબિલે એક ઉપવાસ ગણાય છે.