________________
નવ્ય ઉપદેશ સાંતકા,
જેનું ચિત્ત જિનમતમાં આસક્ત હાય છે તે મનુષ્યને ઉજ્જવળ શીળ પાળવાથી વિશ્વમાં અત્યંત પ્રશ ંસનીયપણું પ્રાપ્ત થાય છે. અને જો શીળને ધારણ કરે છે તેા તે અવશ્ય બીજાને કલંક આપનાર થતા નથી. વળી તેથી કરીને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાને લીધે તેની મૃષા ભાષાથી નિવૃત્તિ પણ સિદ્ધ થાય છે. આ પ્રમાણેની ડાહ્યા પુરૂષોને હિતશિક્ષા દેવી તે શ્રેયકારી છે. આ લેાકના બીજા પાદમાં અદ્વૈત, અત્યંત અને નિમૂળ એવા શીળ ગુણને પ્રગટ કર્યા છે. પુરૂષે પેાતાની પરણેલી સિવાય અન્ય સર્વ સ્રીઓના નિર ંતરને માટે ત્યાગ કરવા, અને સ્ત્રીએ પરણેલા પતિ સિવાય અન્ય સર્વ પુરૂષવર્ગના સર્વદા નિષેધ કરવા તે શીલ કહેવાય છે. પહેલા પાદમાં સર્વજ્ઞના મતની સેવા કરવાના ઉપદેશ કહ્યો; અને ત્યાર પછી શીળ પાળવાનુ કહ્યું, તે સુવર્ણની મુદ્રિકામાં રત્નની ચાજનાની જેમ યાગ્યજ છે; કેમકે શ્રી જિનમતનુ આરાધન સર્વ મતામાં શ્રેષ્ઠ છે, તેની આરાધના કરનાર શ્રાવક પુણ્યની પ્રભાવના કરતા છતા જો શીલ યુક્ત હાય તો તે અત્યંત પ્રશ સાના સ્થાનને પામે છે. હવે ત્રીજા પાદનુ તાત્પર્ય એ છે જે પૂર્વ બીજા પાદમાં સર્વદા શીળ પાળવાનુ કહ્યું; માટે જો શીળવાન પુરૂષ કોઇને ખાટું કલંક ન આપે તે તે યુક્તજ છે; કેમકે શીળવાળાને મિત ને હિત ખેલવાથી અત્યંત શૈાભા પ્રાપ્ત થાય છે. તેથી કાઈને ખાટુ કલક દેવું નહીં. આ શ્લોકમાં જિનમતની સેવા ઉપર કેશરી ચારનું, શીલ ઉપર રોહિણીનુ અને ફૂટ કલીંક ઉપર વૃદ્ધા સ્ત્રીનુ એમ ત્રણ દૃષ્ટાંત ટીકામાં અનુક્રમે વિસ્તારથી અસરકારક રીતે આપેલાં છે. ૨
७
२
पेयासियां ने परस्स छिद्द, कम्मं कंरिजा न कयाविरुद्दं । मित्ते तुल्लं च गॅणिज खुद्दं, "जेणं विजा तुह जीव भदं ॥ ३॥