________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
૧૦૩ યાના પણ અભાવરૂપ અંતરકરણ કરે છે. અહીં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણને ક્રમ આ પ્રમાણે જાણ– " जा गंठी ता पढम, गंठिं समइच्छऊ हवइ बीयं । અનિયર , સમપુર નીવે છે”
જે ગ્રંથિ સુધી આવવું તે પહેલું યથાપ્રવૃત્તિકરણ છે, ગ્રંથિને ઉલંઘન કરતાં–ભેદતાં બીજું અપૂર્વકરણ હોય છે, અને જેની સમીપે સમ્યકત્વ રહેલું છે એવા જીવને વિષે ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે.”
આ અંતરકરણ કરવાથી મિથ્યાત્વ મેહનીયકર્મની સ્થિતિના બે ભાગ થાય છે. એક અંતરકરણની નીચેની પહેલી સ્થિતિ અંતર્મુહર્તની અને બીજી તેની ઉપરની બાકી રહેલી સર્વ સ્થિતિ છે. તેમાં પહેલી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દળીયાં જ્યારે આ જીવ વેદી નાખે છે ત્યારે તે તે મિથ્યાદષ્ટિ છે, પરંતુ એક અંતર્મુહૂર્ત કરીને તે પ્રથમ સ્થિતિ વેદાઈ રહેવા પછી જ્યારે અંતરકરણ થાય છે, ત્યારે તેના પ્રથમ સમયેજ જીવને ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, કેમકે તે વખતે મિથ્યાત્વનાં દળીયાં બીલકુલ વેદાતા નથી. જેમ વનનો દાવાનળ પ્રથમ બાળેલા વનને અથવા ઉપર પ્રદેશને પામીને એલાઈ જાય છે, તેવી જ રીતે મિથ્યાત્વના અનુભવરૂપ અગ્નિ અંતરકરણને પામીને શાંત થઈ જાય છે. તે ઉપશાંતને (પશમિક સમ્યકત્વને) કાળ અંતર્મુહર્ત છે, અને તે ઉત્કૃષ્ટ નિધિના લાભ જેવો છે. તે જઘન્યથી એક સમય શેષ રહે ત્યારે અને ઉત્કૃષ્ટથી છ
૧ પ્રદેશ ઉદમથી કે વિપાક ઉદયથી.